Stock Market Opening: બજારમાં ઉતાર ચડાવની સ્થિતિ, જાણો ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ
Stock Market Opening: વૈશ્વિક સ્તરેથી મળેલા સુસ્ત પરિણામોના પગલે અને આજે જાહેર થનારી ફેડ પોલીસીને લઈને ભારતીય શેર બજારોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો. નવા અઠવાડિયાના પહેલા દિવસે આજે પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યું.
Trending Photos
Stock Market Opening: વૈશ્વિક સ્તરેથી મળેલા સુસ્ત પરિણામોના પગલે અને આજે જાહેર થનારી ફેડ પોલીસીને લઈને ભારતીય શેર બજારોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો. નવા અઠવાડિયાના પહેલા દિવસે આજે પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યું. 30 અંકવાળો સેન્સેક્સ 93.48 પોઈન્ટના ઘટાડા સાથે 58,747.31 ના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળા નિફ્ટીમાં તેજી જોવા મળી અને તે 10 અંક ચડીને 17,540.65 ના સ્તરે ખુલ્યો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સના 30માંથી 16 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા.
બજારની હાલની સ્થિતિ
સવારે 9.50 વાગે ભારતીય શેરબજારોની સ્થિતિ જોઈએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી હાલ 166.67 પોઈન્ટના વધારા સાથે 59007.46ના સ્તરે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 55.50 ના વધારા સાથે 17586.30ના સ્તરે જોવા મળી રહ્યો છે.
ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં ઓએનજીસી, M&M, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં M&M, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, એક્સિસ બેંકના શેર જોવા મળ્યા છે.
ટોપ લૂઝર્સ
બજાર ખુલતા જ જે શેરમાં કોહરામ મચ્યો છે તેમાં નિફ્ટી ટોપ લૂઝર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, ટાટા મોટર્સના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, ડો.રેડ્ડીઝ લેબ્સ, મારુતિ સુઝૂકીના શેર જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે