શેરબજારમાં કડાકો, સેંસેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે બંધ થયું માર્કેટ
Trending Photos
શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ થયું. બીએસઇના 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઇન્ડેક્સ 119.51 પોઇન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 36,034.11 પર બંધ થયું હતું. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 37.75 પોઇન્ટ એટલે 0.35 ટકાના ઘટાડા સાથે 10,793.65 પર બંધ થયો હતો.
દિવસભરના કારોબાર દરમિયાન સેંસેક્સ 36,375.80 ના ઉપરઈ સ્તર, જ્યારે 35,962.68 ના નીચલા સ્તરને અડક્યો હતો. તો નિફ્ટી 10,891.65 ના ટોચના સ્તરને, તો 10,772.10 ના નીચલા સ્તરને અડક્યો હતો.
બીએસઇ પર ટાટા મોટર્સના શેરમાં 2.18 ટકા, ટીસીએસમાં 0.88 ટકા, એચડીએફસીમાં 0.76 ટકા, એચસીએલ ટેકમાં 0.68 ટકા અને ઇંફોસિસમાં 0.61 ટકાની તેજી જોવા મળી. તો બીજી તરફ ઓએનજીસીના શેરમાં 2.84 ટકા, એસબીઆઇમાં 2.60 ટકા, પાવરગ્રિડમાં 2.51 ટકા, એલએન્ડટીમાં 2.00 ટકા અને યસ બેંકમાં 1.91 ટકાની ઘટાડો નોંધાયો હતો.
એનએસઇ પર અદાણી પોર્ટ્સના શેરમાં 4.82 ટકા, ઇંડિયાબુલ હાઉસિંગ ફાઇનેંસમાં 3.61 ટકા, યૂપીએલમાં 2.30 ટકા, ટાટા મોટર્સમાં 2.21 ટકા અને એચસીએલ ટેકમાં 0.96 ટકાનો તેજી જોવા મળી હતી. તો બીજી તરફ આયશર મોટર્સના શેરમાં 4.82 ટકા, આઇઓસીમાં 3.90 ટકા, હિંદુસ્તાન પેટ્રોલિયમમાં 3.87 ટકા, બીપીસીએલમાં 3.09 ટકા અને એસબીઆઇમાં 3.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે