Stock Market Updates 23 June 2022: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો પર શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં ભારે ઉછાળો

શેર માર્કેટમાં સતત ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે. ત્યારે બજારની નાનામાં નાની હિલચાલ પર મોટા-મોટા રોકાણકારોની નજર રહેતી હોય છે.

Stock Market Updates 23 June 2022: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો પર શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં ભારે ઉછાળો

નવી દિલ્લીઃ વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળ્યા બાદ શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. ટ્રેડિંગની શરૂઆતમાં 30 પોઈન્ટનો સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 51,972.75 ના સ્તર પર ખુલ્યો જ્યારે 50 પોઈન્ટનો નિફ્ટી 15,451.55 પોઈન્ટ પર ખુલ્યો હતો. વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળ્યા બાદ સ્થાનિક શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. ટ્રેડિંગની શરૂઆતમાં 30 પોઈન્ટનો સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 51,972.75 ના સ્તર પર ખુલ્યો. જ્યારે 50 પોઈન્ટનો નિફ્ટી 15,451.55 પોઈન્ટ પર ખુલ્યો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 27 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા.

બુધવારે શેરબજારની સ્થિતિ:
આ પહેલા બુધવારે શેરબજારમાં બે દિવસની તેજી પર વિરામ આવી ગયો હતો. વૈશ્વિક બજારમાં વેચવાલી અને રોકાણકારોની ઉપાડને કારણે BSEનો 30 શેરો ધરાવતો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 709.54 પોઈન્ટ ઘટીને 51,822.53 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 225.50 પોઈન્ટ ઘટીને 15,413.30ની સપાટીએ બંધ રહ્યો હતો.

મોંઘવારીના કારણે બજાર પર અસર:
બીજી તરફ 600 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ કરી રહેલો ડાઉ 50 પોઈન્ટ ઘટીને બંધ થયો તો નાસ્ડેક પણ ઉંચાઈથી નીચે આવીને નજીવા ઘટાડા સાથે બંધ થયો. મોંઘવારી વધવાના કારણે બજાર પર અસર થઈ રહી છે. યુરોપિયન બજારો દોઢ ટકા ઘટીને બંધ થયા હતા.જોકે એશિયન બજારોમાં હળવી ખરીદી જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news