ખુશખબર! SBI બેંકની મોટો નિર્ણય, સસ્તી થશે હોમ લોન ઓટો લોન અને પર્સનલ લોન

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India) એ MCLR દરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઇનો (SBI) એમસીએલઆર રેટ હવે 8.05 ટકાથી ઘટીને 8 થયો છે. નવો રેટ 10 નવેમ્બરથી અમલમાં આવશે. રેટ ઘટતાં ગ્રાહકોને ફાયદો થશે અને હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન દરમાં ઘટાડો થશે.

ખુશખબર! SBI બેંકની મોટો નિર્ણય, સસ્તી થશે હોમ લોન ઓટો લોન અને પર્સનલ લોન

નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ પોતાના ગ્રાહકો માટે ફરી એકવાર મોટી રાહત આપી છે. એસબીઆઇએ 10 નવેમ્બરથી એમસીએલઆર (MCLR) વ્યાજ દરમાં 0.05 ટકા સુધી ઘટાડો કર્યો છે. હવે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન લેવી સસ્તી થશે. ગ્રાહકોને ઘટેલા દરનો લાભ મળશે. એમસીએલઆર રેટ હવે 8.05 ટકાથી ઘટીને 8.0 ટકા થશે જે 10 નવેમ્બરથી અમલી થશે. 

સાથોસાથ બેંકે ટર્મ ડિપોઝીટ (TD) પર પણ વ્યાજ દર અંગે વિચારણા કરી છે. જેમાં 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝીટ પર 15 બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો છે. સાથોસાથ ટીડીના વ્યાજમાં 75 બેઝીક પોઇન્ટ ઘટાડી 30 કર્યો છે.

sbi zee news માટે છબી પરિણામ 

HDFC બેંકે પણ રેટ ઘટાડ્યો છે. તમને જણાવીએ કે આ પહેલા HDFC લિમિટેડ દ્વારા ઓક્ટોબરમાં પોતાની ફ્લોટિંગ લોનના વ્યાજ દરમાં 10 બેઝિક પોઇન્ટનો ઘટાડો જાહેર કર્યો હતો. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લેવાયેલ પગલાં બાદ એચડીએફસી દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. 

sbi zee news માટે છબી પરિણામ

બેંકના નવા વ્યાજ દરને પગલે હોમ લોન લેનાર રિટેલ ગ્રાહકોને 8.25થી 8.65 ટકાના દરે હોમ લોન મળી શકશે. ઘટેલા આ વ્યાજ દરનો લાભ જુના ગ્રાહકોને પણ મળશે કે જેમણે ફ્લોટિંગ રેટ પર લોન લીધેલી હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news