830 રૂપિયા સુધી જશે આ શેર, રાકેશ ઝુનઝુનવાલાની કંપનીમાં છે મોટી ભાગીદારી

સ્ટાર હેલ્થનો શેર હાલ 702 રૂપિયા નજીક ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA એ સ્ટોક માટે 830 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. કંપનીમાં ઝુનઝુનવાલા ફેમિલીની 17.51 ટકા ભાગીદારી છે. 
 

830 રૂપિયા સુધી જશે આ શેર, રાકેશ ઝુનઝુનવાલાની કંપનીમાં છે મોટી ભાગીદારી

નવી દિલ્હીઃ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સનો શેર 830 રૂપિયા સુધી જઈ શકે છે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA એ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સનું કવરેજ શરૂ કરી દીધુ છે અને કંપનીના શેર માટે 830 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. સ્ટાર હેલ્થનો શેર હાલ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 0.24 ટકાની તેજીની સાથે 702 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. સ્ટાર હેલ્થમાં દિગ્ગજ ઇનવેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાની મોટી ભાગીદારી છે. 

IPO પ્રાઇઝથી આશરે 22 ટકા નીચે છે શેર
એક રિપોર્ટ પ્રમાણે CLSA એ કહ્યું કે, ઝડપથી વધતી ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર હેલ્થની મજબૂત પોઝિશન ચોક્કસ તેને રેવેન્યૂ ગ્રોથ અને મોટી બજાર ભાગીદારી હાસિલ કરવામાં મદદ કરશે. સ્ટાર હેલ્થનો શેર 900 રૂપિયાની આઈપીઓ કિંમથી 22 ટકા નીચે છે. સ્ટાર હેલ્થનો શેર પાછલા વર્ષે ડિસેમ્બરમાં પોતાની આઈપીઓ પ્રાઇઝથી આશરે 6 ટકા ડિસ્કાઉન્ટની સાથે 848.80 રૂપિયા પર લિસ્ટ થયો હતો. 

ઝુનઝુનવાલા ફેમિલીની કંપની 17.51 ટકા ભાગીદારી
દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની સ્ટાર હેલ્થમાં કુલ 17.51 ટકા ભાગીદારી છે. ભાગીદારીનો આ આંકડો ડિસેમ્બર 2021ના ક્વાર્ટર સુધીનો છે. CLSA એ કહ્યું કે, અમારૂ માનવુ છે કે ઇન્ડસ્ટ્રી આગામી 5 વર્ષમાં ત્રણ ગણી વધુ વધશે. ગ્રોસ પ્રીમિયમ 4 અબજ ડોલરથી વધુ 12 અબજ ડોલર થઈ જશે. તો રિટેલ પોલિસીથી કવર્ડ નેટ પોપુલેશન 6 ટકાથી વધી 11 ટકા પર પહોંચી જશે. 

રિટેલ સેગમેન્ટમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સની 32 ટકા હજાર ભાગીદારી છે. સ્ટાર હેલ્થના શેરોનું 52 સપ્તાહનું હાઈ લેવલ 940 રૂપિયા છે. તો 52 સપ્તાહનું લો-લેવલ 603 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 40,400 કરોડ રૂપિયાની નજીક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news