આજે શેરબજારમાં પોઝિટિવ મુડ, જાણો બજાર ખુલતા જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કેમ દેખાઈ તેજી
આજે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટની તેજી જોવા મળી.
Trending Photos
નવી દિલ્લીઃ આજે ભારતીય શેરબજારની શરૂઆત સારી તેજી સાથે થઈ. સેન્સેક્સ નિફ્ટીમાં સારો ઉછાળ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સેકન્ડ હાફમાં બજારમાં તેજી જોવા મળી હતી જે આજે પણ યથાવત છે. નિફ્ટીમાં આઈટી, બેંક અને ઓટો શેરના ઓલરાઉન્ડ તેજીના મૂડને કારણે બજાર ઉપલી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.
આજે શેરબજારમાં સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ સાથે 52,800ની સપાટીએ ખુલ્યું. જ્યારે નિફ્ટી 50 158.90 પોઈન્ટના ઉછાળ સાથે 15,715.55 પર ખુલ્યું.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ખાતે નિફ્ટી 165 અંક વધીને 15,722 પર ટ્રેડ થઇ રહ્યો છે.
પ્રી-ઓપનિંગમાં માર્કેટ કેવું છે-
આજના કારોબારમાં પ્રી-ઓપનિંગમાં બજાર 388.34 પોઈન્ટના ઉછાળ સાથે 52,654 ના સ્તર પર અને NSEની નિફ્ટી 100.70 પોઈન્ટના ઉછાળ સાથે 15,657ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.
વૈશ્વિક બજારમાં પણ તેજી-
આજે વૈશ્વિક બજારમાં પણ તેજી જોવા મળી. આજે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 0.64 ટકા વધી હતી. ટેક-ફોકસ્ડ ઈન્ડેક્સ Nasdaq Composite 1.62 ટકા અને S&P 500 0.95 ટકા તેજી રહી હતી. આજે એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 0.73 ટકા ઉપર છે. હોંગકોંગનો હેંગસેંગ 1.14 ટકા અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.49 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે