Black Friday: બજારે નવડાવ્યા અને રૂપિયાએ રોવડાવ્યા

RBIની પોલીસી બાદ શેરબજારમાં કડાકો બોલ્યો હતો, પોલીસીની તુરંત બાદ રૂપિયો પમ ઐતિહાસિક નિચલી સપાટીએ પહોંચ્યો હતો

Black Friday: બજારે નવડાવ્યા અને રૂપિયાએ રોવડાવ્યા

નવી દિલ્હી : RBIની પોલિસી બાદ શેર બજારમાં જાણે ભુકંપ આવ્યો. પોલીસીની તુરંત બાદ રૂપિયામાં અત્યાર સુધીનું સૌથી નિચલુ સ્તર 74.23/$ પર પહોંચ્યો. જેના પગલે સેંસેક્સમાં પણ  પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. રોકાણકારો સતત પોતાનાં પૈસા ઉપાડી રહ્યા છે. વિદેશી રોકાણકારોની સાથે સાતે સ્થાનિક રોકાણકારોએ પણ પોતાનું રોકાણ ઘટાડ્યું છે. બે દિવસની અંદર સેંસેક્સમાં 1750 પોઇન્ટનો ઘટાડો થયો છે. ગુરૂવારે પણ સેંસેક્સમાં 806 પોઇન્ટો કડાકો જોવાયો હતો. નિફ્ટીમાં પણ આજે300 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાંતોના અનુસાર હાલ રોકાણકારોએ નવા રોકાણ માટે બજારથી અંતર જાળવ્યું છે. હાલ સેંસેક્સ 1.40 ટકા અને નિફ્ટી 1.78 ટકા નીચે આવી ચુક્યું છે. 

રૂપિયામાં પણ કડાકો
અમેરિકી ડોલરની તુલનાએ ભારતીય ચલણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જાહેર કરેલી મૌદ્રીક નીતિ પણ આ ઘટાડાને અટકાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેનાથી વિપરિત ભારતીય રૂપિયામાં ઘટાડો સતત વધી રહ્યો છે અને તે ઇતિહાસમાં પહેલીવાર તુટીને 74 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર સુધી પહોંચી ગયો છે. 

સેંસેક્સમાં એક અઠવાડીયામાં 2200 પોઇન્ટનો કડાકો
આ અઠવાડીયામાં સેસેક્સમાં 2200 પોઇન્ટ જેટલો ઘટાડો જોવા મલ્યો છે. ગુરૂવારે સેંસેક્સમાં 806 પોઇન્ટનો ઘટાડો થયો છે. અગાઉ બુધવારે પણ સેંસેક્સમાં 500 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે પણ વ્યાપારમાં સેંક્સેસ 964 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. 

ONGCમાં 6 વર્ષનો સૌથી મોટો કડાકો
સરકારી ઓઇલ કંપની ઓએનજીસીનાં શેરમાં 14.5 ટકાનો ઘટાડો થયો છે. ઓક્ટોબર 2012 બાદ સ્ટોકમાં આ સૌથી મોટો ઘટાડો છે. સરકારી આદેશનાં પગલે ઓઇલ કંપનીઓ દ્વારા પણ એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાના કારણે સ્ટોકમાં કડાકો થયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news