શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ 240 પોઇન્ટ ડાઉન

151 પોઇન્ટના ઘટાડા સાથે ખુલેલા સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ બપોરે 3:20 વાગે 812 પોઇન્ટ સરકીને 37,000 ના સ્તરથી નીચે (36,520) પર પહોંચી ગયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 24.40 પોઇન્ટ ઘટીને 10,782.85 પર જોવા મળ્યો. શેર બજારમાં આ ઘટાડા પાછળ ઘણા ઘરેલૂ કારણ છે. 

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ 240 પોઇન્ટ ડાઉન

મુંબઇ: જીડીપીના વિકાસ દર અનુમાનથી ઓછો થતાં, પ્રોડક્શન 15 મહિનાના નીચલા સ્તર પર પહોંચતાં અને કોર સેક્ટરની ધીમી ગ્રોથની અસર દેશના શેર બજાર પર જોવા મળી છે. બપોરે 3:15 વાગે આસપાસ બીએસઇનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ સરક્યો હતો અને 36,500 સ્તરની આસપાસ પહોંચી ગયો હતો. 151 પોઇન્ટના ઘટાડા સાથે ખુલેલા સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ બપોરે 3:20 વાગે 812 પોઇન્ટ સરકીને 37,000 ના સ્તરથી નીચે (36,520) પર પહોંચી ગયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 24.40 પોઇન્ટ ઘટીને 10,782.85 પર જોવા મળ્યો. શેર બજારમાં આ ઘટાડા પાછળ ઘણા ઘરેલૂ કારણ છે. 

15 મહિનામાં સૌથી ઓછું રહ્યું પ્રોડ્ક્શન
મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઓગસ્ટમાં વેચાણ ઘટવાથી 15 મહિનાના નીચલા સ્તર પર પહોંચતાં શેર બજારમાં નિરાશા રહી છે. મેન્યુફેક્ચરિંગ ઘટવાથી ખબર પડે છે કે ખપત અથવા રોકાણમાં હજુ સુધી રિકવરી થઇ નથી. તે પહેલાં જૂન ત્રિમાસિકના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી ગયો હતો. IHS માર્કિંટ ઇન્ડીયા મેન્યુફેક્ચરિંગ ઓગસ્ટમાં ઘટીને 51.4 પર આવી ગયો, જે જુલાઇમાં 52.5 પર હતો. આ મે 2018 બાદના નીચલા સ્તર પર છે. 

કોર સેક્ટરના ગ્રોથથી આર્થિક સુસ્તીનું જોર વધવાના સંકેત 
જુલાઇ મહિનામાં 8 સેક્ટરોવાળા કોર સેક્ટરનું પ્રોક્શન ફક્ત 2.1% ટકાના દરથી વધ્યું, જ્યારે તે પહેલાં જૂનમાં ગ્રોથ 0.2% હતો. કોલસો, ક્રૂડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ અને રિફાઇનરી સેક્ટરમાં ઉત્પાદનમાં ઘટાડો આવતાં સેક્ટરનો ગ્રોથ નબળો રહ્યો. કોર સેક્ટરના ગ્રોથના આંકડાથી સુસ્તીએ જોર પકડવાના સંકેત મળ્યા છે, જેની અસર શેર બજાર પર જોવા મળી રહી છે. 

શરૂઆતી બિઝનેસમાં શેર બજારની સ્થિતિ
શરૂઆતી બિઝનેસમાં મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ સવારે 10.22 વાગે 413.58 પોઇન્ટના ઘટાડા સાથે 36,919.21 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. હાલ તે 129.30 પોઇન્ટના ઘટાડા સાથે 10,893.95 પર કારોબાર કરતો જોવા મળ્યો. સેન્સેક્સ સવારે 151.03 પોઇન્ટના ઘટાડા સાથે 37,181.76 પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરો પર આધારિત નિફ્ટી 62.3 પોઇન્ટના વધારા સાથે 10,960.95 પર ખુલ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news