સતત 10મા દિવસે શેર બજારમાં હાહાકાર, સેંસેક્સ 37 હજારના નજીક

દેશના શેર બજારમાં સતત 10મા દિવસે હાહાકાર મચી ગયો છે. અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે સેંસેક્સ લગભગ 60 પોઇન્ટ તૂટીને 37 હજારના આંકડાની નજીક પહોંચી ગયો છે. બજારના જાણકારોનું માનીએ તો રાજકીય અસ્થિરતા અને અમેરિકા-ચીન વચ્ચે તણાવના કારણે આ સ્થિતિ સર્જાઇ છે.

સતત 10મા દિવસે શેર બજારમાં હાહાકાર, સેંસેક્સ 37 હજારના નજીક

મુંબઇ: દેશના શેર બજારમાં સતત 10મા દિવસે હાહાકાર મચી ગયો છે. અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે સેંસેક્સ લગભગ 60 પોઇન્ટ તૂટીને 37 હજારના આંકડાની નજીક પહોંચી ગયો છે. બજારના જાણકારોનું માનીએ તો રાજકીય અસ્થિરતા અને અમેરિકા-ચીન વચ્ચે તણાવના કારણે આ સ્થિતિ સર્જાઇ છે.

સોમવારે સતત 9મા દિવસે ઘટાડો
આ પહેલાં સોમવારે 9મા દિવસે ઘટાડાનું વલણ જોવા મળ્યું. અંતિમ તબક્કાની વેચાવલીથી મુંબઇ શેર બજારનો સેંસેક્સ 372 પોઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 130 પોઇન્ટ તૂટ્યો હતો. તમને જણાવી દઇએ કે સોમવારે જાહેર થયેલા જીડીપીના દર એપ્રિલ મહિનામાં વધીને 2.92 ટકા થઇ ગયા છે, જે માર્ચમાં 2.86 ટકા પર હતો. તેની અસર પણ શેર બજાર પર જોવા મળી રહી છે.

બેકિંગ સેક્ટરમાં દબાણ
તમને જણાવી દઇએ કે 8 વર્ષમાં પહેલીવાર બજાર સતત 9મા દિવસ સુધી ઘટાડો જોવા મળ્યો. અંતિમ કલાકમાં બજારમાં ભારે વેચાવલી જોવા મળી. જેના લીધે સોમવારે સેંસેક્સ 37000થી નીચી સરકી ગયો અને નિફ્ટી 11,150 સુધીના નીચલા સ્તરને અડકી ગયો. બિઝનેસ સત્રના અંતિમ સમયમાં આઇટીસી, રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ અને ICICI બેંક જેવા વધુ વજન ધરાવનાર શેરોમાં વેચાવલી વધવાથી સેંસેક્સ ઝડપથી નીચે આવી ગયો. 

તો બીજી તરફ સોમવારે કારોબારમાં ટાટા સ્ટીલ, યસ બેંક, આયશર મોટર્સ, જીસડબ્લ્યૂ સ્ટીલ, ઇંડસઇંડ બેંક અને સન ફાર્મા સૌથી વધુ તૂટનાર શેરોમાં સામેલ રહ્યા. યસ બેંક, ટાટા સ્ટીલ અને ઇંડસઇંડ બેંક મુખ્ય રહ્યા જેના શેરોમાં 5.58 ટકાનો ઘટાડો જોવા મળ્યો. 

વૈશ્વિક બજારમાંથી પણ નબળા સંકેત
વૈશ્વિક બજારોના નબળા સંકેતોની સ્થાનિક રોકાણકારો પર અસર પડી. અમેરિકા-ચીન વચ્ચે બિઝનેસ વાચતીત સાથે જોડાયેલા સમાચારોથી ચીન, જાપાન અને કોરિયાના શેર બજારમાં પણ ઘટાડો રહ્યો. બજારમાં નબળાઇના લીધે એશિયાઇ બજારોમાં નબળાઇ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચીનને બિઝનેસ મુદ્દે વાતચીતને લઇને ધમકી આપી છે. દુનિયાની બે મોટી ઇકોનોમી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણની અસર દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે.

કંપનીઓનો રિપોર્ટ
સોમવારે આઇટીસી કંપનીના શેરમાં 2.64 ટકા સુધીનો ઘટાડો રહ્યો, કંપનીએ સોમવારે જ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. માર્ચમાં પુરા થયેલા ત્રિમાસિકમાં તેમનો શુદ્ધ લાભ 18.72 ટકા વધીને 3,481.90 કરોડ રૂપિયા થઇ ગયા. ફાયદો નોંધાવનાર શેરોમાં એચડીએફસીના શેર 1.06 ટકા વધી ગયો. કંપનીના માર્ચ 2019ના સમાપ્ત ચોથા ત્રિમાસિકના આંકડામાં તેમનો એકલ શુદ્ધ લાભ 26.8 ટકા વધીને 2,862 કરોડ રૂપિયા થઇ ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news