લોનનો EMI ભરવામાં આંખે પાણી આવી જાય છે, પૈસા સંતાકૂકડી રમે છે? ચિંતા ન કરો...RBI નો આ નિયમ ખાસ જાણો

RBI Rule: જો તમે કોઈ પણ પ્રકારની લોન એટલે કે હોમ લોન, વાહન લોન, પર્સનલ લોન લીધી હોય અને તેના હપ્તા ભરવામાં તમને મુશ્કેલી પડતી હોય તો આવા સમયમાં ડિફોલ્ટર થઈ જાઓ તેના કરતા તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો આ નિયમ જાણવો ખુબ જરૂરી છે.

લોનનો EMI ભરવામાં આંખે પાણી આવી જાય છે, પૈસા સંતાકૂકડી રમે છે? ચિંતા ન કરો...RBI નો આ નિયમ ખાસ જાણો

જો તમે કોઈ પણ પ્રકારની લોન એટલે કે હોમ લોન, વાહન લોન, પર્સનલ લોન લીધી હોય અને તેના હપ્તા ભરવામાં તમને મુશ્કેલી પડતી હોય તો આવા સમયમાં ડિફોલ્ટર થઈ જાઓ તેના કરતા તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો આ નિયમ જાણવો ખુબ જરૂરી છે. આ નિયમ તમને ડિફોલ્ટર થતા બચાવશે અને બીજુ એ કે તમારી લોનનું વ્યાજ કે ઈએમઆઈ પણ ઓછો કરાવવામાં મદદ કરશે. 

દેશમાં લોકોના લોન કે ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવાની આદતો પર નજર રાખવાનું કામ ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરો ઈન્ડિયા લિમિટેડ (CIBIL) કરે છે. ગત વર્ષ આવેલા તેના એક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવાયું  હતું કે લોકોનો અસુરક્ષિત લોન (ક્રેડિટ કાર્ડથી લોન) નો બોજો વધી રહ્યો છે. જ્યારે  પર્સનલ લોન પણ કોવિડ પહેલા કરતા વધી ગઈ છે. આ રિપોર્ટે આરબીઆઈને ચેતવવાનું કામ કર્યું છે. 

આરબીઆઈનો નિયમ લાવ્યો રાહત
જે લોકોને લોનના હપ્તા ચૂકવવામાં મુશ્કેલી પડતી હતી તેમને રાહત આપવા માટે આરબીઆઈએ અનેક ગાઈડલાઈન્સ બનાવી છે. જે લોન ડિફોલ્ટર્સ માટે એક રાહત જેવી છે. કારણ કે તેના કારણએ તેમને લોન ચૂકવવા માટે વધુ સમય મળી જાય છે. 

અડધી લોન સુધી થઈ શકે છે રિસ્ટ્રક્ચર
દાખલા તરીકે તમારી ઉપર 10 લાખની લોન છે પરંતુ તેને તમે ચૂકવી શકતા નથી. તો આરબીઆઈની ગાઈડલાઈન્સ મુજબ તમે તેને રીસ્ટ્રક્ચર કરાવી શકો છો. આવામાં તમારે 5 લાખ રૂપિયા ત્યારે ચૂકવવા પડશે અને બાકીના 5 લાખ રૂપિયા તમે લાંબા સમયગાળામાં ધીરે ધીરે ચૂકવી શકો છો. આ રીતે તમારો ઈએમઆઈનો બોજો પણ ઓછો થઈ જશે. 

ડિફોલ્ટર થવાથી સિબિલ બગડે છે
લોન રીસ્ટ્રક્ચર કરાવવી એ એક સારો વિકલ્પ છે. કારણ કે તે તમારી ઉપરથી લોન ડિફોલ્ટરનો ટેગ હટાવે છે. કોઈ વ્યક્તિનું લોન ડિફોલ્ટર થવું એ તેની ક્રેડિટ હિસ્ટ્રી અને હેલ્થ બંનેને ખરાબ કરે છે. જેના કારણે તમારો સિબિલ સ્કોર પણ ખરાબ થાય છે. જે ભવિષ્યમાં તમારા માટે લોન લેવાના બધા રસ્તા બંધ કરી દે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news