SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, FDના વ્યાજદરોમાં કર્યો ઘટાડો


ભારતીય સ્ટેટ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. બેન્કના નવા દરો 10 સપ્ટેમ્બરથી લાગૂ થઈ ગયા છે. બેન્કના દરો ઘટવાથી ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. 
 

SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, FDના વ્યાજદરોમાં કર્યો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક  (SBI)એ પોતાના ગ્રાહકોને એક મોટો ઝટકો આપ્યો છે. બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી (FD)પર વ્યાજના દરોમાં ઘટાડો કરી દીધો છે. ભારતીય સ્ટેટ બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછા રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર મળનાર વ્યાજમાં 1થી 2 વર્ષ માટે 0.20 ટકાનો ઘટાડો કરી દીધો છે. આ નવા વ્યાજદરો 10 સપ્ટેમ્બર 2020થી લાગૂ થઈ ગયા છે. મહત્વનું છે કે આ પહેલા બેન્કે 27 મેએ એફડીના વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો. 

આ છે ભારતીય સ્ટેટ બેન્કના નવા વ્યાજદર
7 થી 45 દિવસ - 2.90 ટકા
46 થી 179 દિવસ - 3.90 ટકા
180 થી 210 દિવસ - 4.40 ટકા
211 દિવસથી 1 વર્ષ - 4.40 ટકા
1 થી 2 વર્ષ - 4.90 ટકા
2 થી 3 વર્ષ - 5.10 ટકા
3 થી 5 વર્ષ - 5.30 ટકા
5 થી 10 વર્ષ - 5.40 ટકા

Gold Price: સોનાના ભાવમાં એક મહિનામાં 4,526 તો ચાંદીમાં 10 હજારથી વધુનો ઘટાડો, જાણો કિંમત  

વરિષ્ઠ નાગરિકો માટે આ એફડી દર છે
7 થી 45 દિવસ - 3.40 ટકા
46 થી 179 દિવસ - 4.40 ટકા
180 થી 210 દિવસ - 4.90 ટકા
211 દિવસથી 1 વર્ષ - 4.90 ટકા
1 થી 2 વર્ષ - 5.40 ટકા
2 થી 3 વર્ષ - 5.60 ટકા
3 થી 5 વર્ષ - 5.80 ટકા
5 થી 10 વર્ષ - 6.20 ટકા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news