ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના આવાસ બહાર કેમ થઇ રહ્યાં છે પ્રદર્શન

ઇઝરાઇલના હજારો લોકોએ શનિવારે જેરૂસલેમમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના નિવાસની બહાર એક પ્રદર્શન કર્યું હતું અને ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા પ્રધાનમંત્રી પાસેથી રાજીનામું માંગ્યું હતું. લોકો કોરોના વાયરસ મહામારી સાથે યોગ્ય રીતે વ્યવહાર ન કરી શકવાના કારણે નેતન્યાહૂથી પણ નારાજ છે.
ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના આવાસ બહાર કેમ થઇ રહ્યાં છે પ્રદર્શન

જેરુસલેમ: ઇઝરાઇલના હજારો લોકોએ શનિવારે જેરૂસલેમમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના નિવાસની બહાર એક પ્રદર્શન કર્યું હતું અને ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા પ્રધાનમંત્રી પાસેથી રાજીનામું માંગ્યું હતું. લોકો કોરોના વાયરસ મહામારી સાથે યોગ્ય રીતે વ્યવહાર ન કરી શકવાના કારણે નેતન્યાહૂથી પણ નારાજ છે.

દર શનિવારે થાય છે પ્રદર્શન
ઇઝરાઇલમાં દરરોજ રેકોર્ડ સંખ્યામાં કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે અને એવી શક્યતા છે કે યહૂદી નવા વર્ષ પહેલા આ અઠવાડિયામાં અહીં દેશવ્યાપી લોકડાઉન લગાડવામાં આવશે. વિરોધીઓ ઉનાળા દરમિયાન દર શનિવારે નેતન્યાહૂના નિવાસની બહાર દેખાવો કરી રહ્યા છે.

અરાજકતાવાદી ગણાવી નેતન્યાહૂએ પ્રદર્શનો રદ કર્યા
આ દેખાવો નેતાન્યાહૂ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસના વિરોધમાં, કોરોના વાયરસ મહામારીથી થતાં આરોગ્ય સંકટ અને તેના આર્થિક પરિણામોના વિરોધમાં શરૂ થયા હતા. ગયા શનિવારે પોલીસે અનેક વિરોધીઓની અટકાયત કરી હતી. નેતન્યાહૂએ વિરોધકારો પર વિશેષ ધ્યાન ન આપતાં તેમને 'વામપંથી' અને 'અરાજકવાદી' ગણાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news