SBI લાવી રહ્યું છે સેલરી ક્લાસ માટે એક શાનદાર લોન ઓફર, અહીં જાણો ફાયદા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) પોતાના ગ્રાહકો માટે સમયાંતરે નવી સ્કીમ અને ઓફર્સ લાવે છે. હવે ખૂબ જલદી સેલરી પ્રાપ્ત કરનાર ખાતાધારકો માટે બેંક એક શાનદાર ઓફર લઇને આવી રહ્યું છે. તેના ફાયદા પણ કમાલના હશે. 

SBI લાવી રહ્યું છે સેલરી ક્લાસ માટે એક શાનદાર લોન ઓફર, અહીં જાણો ફાયદા

નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) પોતાના ગ્રાહકો માટે સમયાંતરે નવી સ્કીમ અને ઓફર્સ લાવે છે. હવે ખૂબ જલદી સેલરી પ્રાપ્ત કરનાર ખાતાધારકો માટે બેંક એક શાનદાર ઓફર લઇને આવી રહ્યું છે. તેના ફાયદા પણ કમાલના હશે. 

પ્રી-એપ્રૂવ્ડ લોનની થશે ઓફર
SBI એ એક નિવેદનમાં કહ્યું કે બેંક સેલરી પ્રાપ્ત કરનાર ખાતાધારકો માટે એક નવી લોન ઓફર લાવવાની છે. આ એક પર્સનલ લોન (Personal Loan) હશે અને તેના માટે કાગળીયાની મગજમારી રહેશે નહી. ફક્ત સેલરી કલાસવાળા ખાતાધારકો માટે આવનાર આ લોન ઓફરની સૌથી ખાસ વાત એ છે કે આ પ્રી-એપ્રૂવલ્ડ લોન (Pre-approved Loan) હશે. જોકે અત્યાર સુધી બેંકે આ લોનના વ્યાજદરોનો ખુલાસો કર્યો નથી. SBI જલદી આ સ્કીમની સત્તાવાર જાહેરાત કરશે. 

45 મિનિટમાં લોન પર SBIએ કરી સ્પષ્ટતા
સ્ટેટ બેંકએ સ્પષ્ટ કર્યું છે કે 45 મિનિટમાં લોન મળવાની વાતમાં કોઇ સચ્ચાઇ નથી. બેંક હાલ એવી કોઇ સ્કીમ લાવી રહી નથી. જોકે બેંકે ગ્રાહકોને અપીલ કરી છે કે કોઇપણ સૂચના માટે બેંકના સ્થાનિક બ્રાંચ સાથે સંપર્ક કરી શકાય છે. 

વ્યાજદરમાં આટલો થશે ઘટાડો
State Bank of India એ વ્યાજદરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાજદરમાં 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા પર આવી ગઇ છે. નવા દર 10મેથી લાગૂ થઇ શકે છે.  SBIએ 12મી વખત MCLRમાં ઘટાડો કર્યો છે. તો બીજી તરફ નાણાકીય વર્ષ 2020-21માં સતત બીજીવાર ઘટાડો કર્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં એપ્રિલમાં SBIએ વ્યાજદરમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news