Apple Watch 6 રાખશે યૂઝરની મેન્ટલ હેલ્થનું ધ્યાન, પેનિક એટેકથી બચાવવાનો પ્રયત્ન


પેનિક એટ્ક્સ વિશે માનવામાં આવે છે કે તે ગમે ત્યારે થઈ શકે છે. તેના માટે કોઈ ખાસ કારણ જોઈએ નહીં. તેવા ઘણા મામલા જોવા મળ્યા, જેમાં લોકોને ભીડ વાળી જગ્યા, દુકાનો અને પબ્લિક વાહનમાં પેનિક એટેક આવે છે. મેડિકલ ભાષામાં તેને અગોરાફોબિયા કહે છે. 

Apple Watch 6 રાખશે યૂઝરની મેન્ટલ હેલ્થનું ધ્યાન, પેનિક એટેકથી બચાવવાનો પ્રયત્ન

નવી દિલ્હીઃ Apple Watch પોતાના યૂઝરોના હેલ્થને મોનિટર કરે છે જેથી તે હંમેશા ફિટ રહે. આપણે ઘણીવાર સમાચાર સાંભળ્યા છે કે એપલ વોચને કારણે યૂઝરનો જીવ બચે છે. એપલ વોચ પહેલા કરતા વધુ સારૂ પરફોર્મ કરી રહી છે, પરંતુ કંપની હજુ તેમાં સુધારો કરવા ઈચ્છી રહી છે. એક રિપોર્ટ અનુસાર અપકમિંગ Apple Watch 6 પોતાના યૂઝરોના મેન્ટલ હેલ્થને પણ મોનિટર કરશે. 

એડવાન્સ સેન્સરનો થશે ઉપયોગ
જાણવા મળી રહ્યું છે કે એપલ વોચ 6મા ઘણા એડવાન્સ સેન્સર લાગેલા હશે જે પેનિક એટેક જેવી ઘણી મેન્ટલ હેલ્થ કંડિશનને મોનિટર કરશે. પેનિક એટેક્સમાં દર્દીને બેચેની, માથામાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, વધુ પરસેવો થવો, હાથ પગમાં સમસ્યા જેવા ઘણા લક્ષણ અનુભવવા લાગે છે. એપલ વોચ 6 આ લક્ષણોને મોનિટર કરી યૂઝરોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. 

પેનિક એટેકમાં કરશે યૂઝરની મદદ
પેનિક એટ્ક્સ વિશે માનવામાં આવે છે કે તે ગમે ત્યારે થઈ શકે છે. તેના માટે કોઈ ખાસ કારણ જોઈએ નહીં. તેવા ઘણા મામલા જોવા મળ્યા, જેમાં લોકોને ભીડ વાળી જગ્યા, દુકાનો અને પબ્લિક વાહનમાં પેનિક એટેક આવે છે. મેડિકલ ભાષામાં તેને અગોરાફોબિયા કહે છે. એપલ વોચ 6ને ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહી છે જેથી તે પેનિક એટેકની સ્થિતિમાં પોતાના યૂઝરનો જીવ બચાવવા માટે જરૂરી પ્રયત્ન કરી શકે. 

Googleમાં કર્મચારીઓને મળેશ કોરોના અવકાશ, Facebookમાં આ વર્ષના અંત સુધી ઘરથી કામ

એપલ વોચ 6માં બ્લડ ઓક્સિજન ઇન્ડિકેટર
થોડા દિવસ પહેલા આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એપ વોચ 6માં બ્લડ ઓક્સિજન ડિટેક્શન ફીચર પણ આપવામાં આવી શકે છે. બ્લડ ઓક્સિજન ઇન્ડિકેટર ખુબ મહત્વનું ફંક્શન છે. જો કોઈ યૂઝરના બ્લડ ઓક્સિજન લેવલમાં ઘટાડો આવે છે તો તેને હ્યદય  કે શ્વાસ સંબંધી ગંભીર બીમારીની સમસ્યા થઈ શકે છે. તેવામાં યૂઝરને તાત્કાલિક મેડિકલ સહાયતાની જરૂર હોય છે. 

અપગ્રેડેડ  ECG અને સારૂ બેટરી બેકઅપ
આ સિવાય એપલ વોચ 6માં આપવામાં આવેલ બ્લડ ઓક્સિજન મોનિટરિંગ ફંક્શનથી યૂઝરને Hypoxemia વિશે નોટિફિકેશન મળશે. એપલ વોચ 6 વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં અપગ્રેડેટ ECG પણ મળશે. એટલું જ નહીં એપલ વોચ 6માં સ્લીપ મોનિટરિંગ, ક્લીપ ક્વોલિટી મેજરમેન્ટ એન્ડ ડ્યૂરેશન સહિત બીજા અન્ય હેલ્થ ફંક્શન આવી શકે છે. અફવાઓનું માનીએ તો એપલ 6 વોચમાં સારા બેટરી બેકઅપ માટે S6 ચીપનો ઉપયોગ કરવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news