40 કરોડનો ફ્લેટ ખરીદીને ચર્ચામાં આવ્યા મુકેશ અંબાણીના આ કર્મચારી, પગાર જાણી દંગ રહી જશો

Srikanth Venkatachari Salary: મુકેશ અંબાણીના જીવન સંલગ્ન દરેક વાત ચર્ચામાં આવી જાય છે. તેમના ઘરની પૂજા હોય કે નવી ગાડી આવે કે પછી ઘરમાં નવો મહેમાન આવે ત્યાંથી લઈને બાળકોના લગ્નની બધી વાતો ચર્ચામાં રહે છે. 

40 કરોડનો ફ્લેટ ખરીદીને ચર્ચામાં આવ્યા મુકેશ અંબાણીના આ કર્મચારી, પગાર જાણી દંગ રહી જશો

Srikanth Venkatachari Salary: મુકેશ અંબાણીના જીવન સંલગ્ન દરેક વાત ચર્ચામાં આવી જાય છે. તેમના ઘરની પૂજા હોય કે નવી ગાડી આવે કે પછી ઘરમાં નવો મહેમાન આવે ત્યાંથી લઈને બાળકોના લગ્નની બધી વાતો ચર્ચામાં રહે છે. પરંતુ હવે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક કર્મચારીએ ખરીદેલો ફ્લેટ ચર્ચામાં છે. અમે જેની વાત કરી રહ્યા છે તેઓ શ્રીકાંત વેંકટચારી છે. વેંકટચારી સીનિયર બેંકર અને મુકેશ અંબાણીના મહત્વપૂર્ણ પ્રતિનિધિઓમાંથી એક છે. 

કંપનીનો નેટ પ્રોફિટ 73,670 કરોડ રૂપિયા
વેંકટચારી પાસે દેશની સૌથી મહત્વની ફાઈનાન્શિયલ જોબ્સમાંથી એક છે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના મુખ્ય ફાઈનાન્શિયલ અધિકારી છે. આરઆઈએલની માર્કેટ કેપ 17,72,456 કરોડ રૂપિયા છે અને રેવન્યૂ 9,74,864 કરોડ રૂપિયા છે. જ્યારે કંપનીનો નેટ પ્રોફિટ 73,670 કરોડ રૂપિયા છે. એ રીતે જોઈએ તો તે દેશની સૌથી મોટી કંપની છે. વેંકટચારી શાંત સ્વભાવ અને સમજદાર વ્યવયાયી તરીકે ઓળખાય છે. 2022માં જે સમયે રિલાયન્સે દેશના અત્યાર સુધીના સૌથી મોટા ફોરેન કરન્સી  બોન્ડ જાહેર કર્યા ત્યારે વેંકટચારીએ તેમાં મહત્વની ભૂમિકા ભજવી. 

14 વર્ષ પહેલા આરઆઈએલમાં જોડાયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના દવારા 4 બિલિયન ડોલરની ભારે ભરખમ રકમ ભેગી કરી હતી. વેંકટચારીના ખભે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મોટી જવાબદારી છે. વેંકટચારીએ આલોક અગ્રવાલ બાદ આરઆઈએલમાં નવા સીએફઓનું પદ સંભાળ્યું હતું. તેઓ લગભગ 20 વર્ષ સિટી બેંકમાં વિતાવ્યા બાદ લગભગ 14 વર્ષ પહેલા આરઆઈએલમાં જોડાયા હતા. તેઓ વર્ષ 2011થી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોઈન્ટ સીએફઓ હતા. બીજી બાજુ આલોક અગ્રવાલ વર્ષ 2005થી આરઆઈએલના સીએફઓ હતા. 

એપાર્ટમેન્ટની સાઈઝ 6,685 વર્ગફૂટ
જ્યારે વેંકટચારીને આરઆઈએલમાં નાણાકીય ગતિવિધિઓથી સમય મળે છે ત્યારે તેઓ શતરંજ રમવાનું પસંદ કરે છે. ટ્રાવેલિંગના શોખીન વેંકટચારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફેમિલીમાંથી આવે છે. તેમણે થોડા સમય પહેલા સેન્ટ્રલ મુંબઈમાં લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તેમણે પ્રભાદેવી રેસિડેન્શિયલ ટાવરમાં '25 South' બે સી ફેસિંગ  ફ્લેટ ખરીદ્યા છે. 41મા માળે આવેલો આ ફ્લેટ 6,685 વર્ગફૂટમાં ફેલાયેલો છે. આરઆઈએલના વાર્ષિક નાણાકીય રિપોર્ટ મુજબ વેંકટચારીને નાણાકીય વર્ષ 2022-23 માં 17 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા. તે પહેલા નાણાકીય વર્ષ 2022-માં તે 15 કરોડ રૂપિયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news