Currency Notes: 100, 200, 500 ની નોટને લઈને RBIએ આપી મોટી જાણકારી, જાણો હવે શું કરશો?

Currency Notes Latest News: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી નોટ જારી કરવામાં આવે છે, પરંતુ દેશભરમાં થયેલી નોટબંધી બાદ નોટોથી લઈને ઘણા પ્રકારના વાયરલ અને ફેક સમાચાર સામે આવતા રહે છે. હવે આરબીઆઈએ 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને મોટી જાણકારી આપી છે. 

Currency Notes: 100, 200, 500 ની નોટને લઈને RBIએ આપી મોટી જાણકારી, જાણો હવે શું કરશો?

નવી દિલ્હીઃ New Currency Notes: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India) તરફથી નોટ જારી કરવામાં આવે છે, પરંતુ દેશભરમાં થયેલી નોટબંધી બાદ નોટોને લઈને ગણા પ્રકારના વાયરલ અને ફેક સમાચાર સામે આવતા રહે છે. હવે પંજાબ નેશનલ બેન્ક તમારા માટે ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમને એકદમ નવી નોટ મળશે. બેન્કે આ નોટો વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે. 

નજીકની બ્રાન્ચનો સંપર્ક કરવો
પીએનબીએ પોતાના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે જો તમારી પાસે પણ જૂની કે ફાટેલી નોટો છે અને બદલવા ઈચ્છો છો તો આ કામ સરળતાથી કરી શકો છો. બેન્કે જણાવ્યું કે તમે નજીકની બ્રાન્ચમાં સંપર્ક કરી શકો છો. અહીં તમે નોટ અને સિક્કાને બદલી શકો છો. 

રિઝર્વ બેન્કે જાહેર કર્યાં નિયમ
રિઝર્વ બેન્કના નવા નિયમો પ્રમાણે જો તમારી પાસે કોઈ જૂની કે ફાટેલી નોટ છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે બેન્કની કોઈપણ બ્રાન્ચમાં જઈને આ પ્રકારની નોટોને બદલી શકો છો. જો કોઈ બેન્ક કર્મચારી તમારી નોટને બદલવાની ના પાડે તો તમે આ વાતની ફરિયાદ નોંધાવી શકો છો. તમારે બસ એટલું ધ્યાનમાં રાખવું પડશે કે નોટ જેટલી ખરાબ હાલતમાં હોય છે તેની વેલ્યૂ એટલી ઘટી જાય છે. 

કઈ સ્થિતિમાં નોટ બદલી શકશો?
આરબીઆઈ અનુસાર કોઈપણ ફાટેલી નોટ ત્યારે સ્વીકારવામાં આવશે, જ્યારે તેનો એક ભાગ ગાયબ ગોય, કે તેના બે ટુકડા હશે અને આપસમાં ચોંટાડેલા હશે, બસ તેનો કોઈ સત્તાવાર ભાગ ગાયબ ન હોય. કરન્સી નોટના કેટલાક ખાસ ભાગ, જેમ કે- જારી કરનારી ઓથોરિટીનું નામ, ગેરંટી અને પ્રોમિસ ક્લોઝ, સિગ્નેચર, અશોક સ્તંભ, મહાત્મા ગાંધીની તસવીર, વોટર માર્ક જેવી વસ્તુ જો મિસિંગ હશે તો તમારી નોટ બદલાશે નહીં. જે નોટ ખરાબ હોય તેને પણ બદલી શકાય છે. 

આરબીઆઈની ઓફિસથી બદલી શકશો આ પ્રકારની નોટ
થોડી સળગી ગયેલી, કે ચોંટાડવામાં આવેલી નોટ પણ બદલી શકાય છે, પરંતુ તેને બેન્ક લેશે નહીં. તમારે આ નોટ માટે આરબીઆઈની ઓફિસે જવું પડશે. યાદ રાખો કે તમારી નોટમાં તે ચેક કરવામાં આવશે કે ઈરાદાપૂર્વક નોટને નુકસાન પહોંચાડ્યું છે કે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news