હજુ સુધી કાગળ બની ગઇ નથી 200 રૂપિયાની નોટ, RBI એ કર્યો ખુલાસો

Rs 2000 Note : રિઝર્વ બેંકે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટો ભલે સામાન્ય વ્યવહારોમાંથી બહાર કરી દેવામાં આવી છે, પરંતુ તે હજુ પણ લીગલ ટેન્ડર છે. જો કે 97 ટકાથી વધુ નોટો સિસ્ટમમાં પાછી આવી ગઈ છે, પરંતુ હજુ પણ 9 હજાર કરોડ રૂપિયાની નોટો સિસ્ટમમાં બાકી છે.

હજુ સુધી કાગળ બની ગઇ નથી 200 રૂપિયાની નોટ, RBI એ કર્યો ખુલાસો

Rs 2000 Note exchange deposit: વર્ષ 2016 બાદ રિઝર્વ બેંકે ફરી એકવાર 2023માં કરન્સી બંધ કરવાની જાહેરાત કરી હતી. જો કે, આ વખતે કોઈ હંગામો થયો નથી અને બંધ કરાયેલી નોટો લગભગ બેંકોમાં પાછી આવી ગઈ છે. આ વખતે, રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવી લીધી હતી અને તેને 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરવાનો અથવા બદલી કરવાનો વિકલ્પ આપ્યો હતો. હવે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી, 2024ના રોજ RBIએ ફરી એકવાર 2000 રૂપિયાની નોટોનો ઉલ્લેખ કર્યો છે.

રિઝર્વ બેંકે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે 2,000 રૂપિયાની નોટ હજુ પણ કાનૂની ટેન્ડર છે. આ નોટો બેકાર કરવામાં આવી નથી. જો કે, તેમનું સામાન્ય ચલણ બંધ કરી દેવામાં આવ્યું છે અને દેશભરમાં રિઝર્વ બેંકની પ્રાદેશિક કચેરીઓની મુલાકાત લઈને જ તેમની બદલી અથવા જમા કરાવી શકાશે. આ સિવાય લોકો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી કોઈપણ RBI ઓફિસમાં 2000 રૂપિયાની નોટ મોકલી શકે છે.

અત્યાર સુધીમાં કેટલી નોટો સિસ્ટમમાં પાછી આવી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે કહ્યું કે ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટોમાંથી લગભગ 97.38 ટકા નોટો અત્યાર સુધીમાં બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને હવે લોકો પાસે માત્ર રૂ. 9,330 કરોડની નોટો બચી છે. ગયા વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.

કેટલા પૈસા હતા બજારમાં
આરબીઆઇએ કહ્યું કે 2,000 રૂપિયાની નોટોનું જે 19 મે 2023 ને કારોબાર સમાપ્તિ પર 3.56 લાખ કરોડ રૂપિયા હતા, હવે 29 ડિસેમ્બર 2023 ના રોજ કારોબાર બંધ થવાના સમય પર ઘટીને 9,330 કરોડ રૂપિયા થઇ ગયું છે. આ પ્રકારે 19 મે 2023 ના ચલણમાં હાજર 2,000 રૂપિયાની કુલ નોટોનું 97.38 ટકા ભાગ બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ છે. 

શું હતી પરત કરવાની ડેડલાઇન
આ નોટોને ચલણમાંથી પાછી ખેંચતી વખતે, આરબીઆઈએ 30 સપ્ટેમ્બર સુધી તેને બદલી આપવા અથવા બેંક ખાતામાં જમા કરવાનો વિકલ્પ આપ્યો હતો. બાદમાં સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. 8 ઓક્ટોબરથી, લોકો RBIની 19 ઓફિસમાં જઈને રૂ. 2,000ની નોટ બદલી કે જમા કરાવી શકશે. જેના કારણે આ ઓફિસોમાં કામકાજના સમય દરમિયાન સારી એવી ભીડ જોવા મળે છે.

RBIની ઓફિસો ક્યાં છે?
RBIની આ ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. નવેમ્બર 2016 માં, 1000 અને 500 રૂપિયાની વર્તમાન નોટોને બંધ કર્યા પછી, આરબીઆઈએ 2,000 રૂપિયાની નોટ જારી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news