Reliance-Sosyo deal: ગુજરાતની 100 વર્ષ જૂની કંપની સોસ્યોમાં મુકેશ અંબાણીની મોટી ડીલ, 50 ટકા ભાગીદારી ખરીદી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 100 વર્ષ જૂની કંપની સોસ્યો હજૂરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ સાથે મોટો સોદો કર્યો છે. કંપની કાર્બોનેટેડ પીણાં અને જ્યુસ બનાવે છે. રિલાયન્સ ગુજરાત સ્થિત કંપનીમાં 50 ટકા હિસ્સા માટે વાટાઘાટ કરી રહી છે. સો વર્ષ જૂના આ અધિગ્રહણથી રિલાયન્સને કેટલો ફાયદો થશે તે જાણવું પણ જરૂરી છે.

Reliance-Sosyo deal: ગુજરાતની 100 વર્ષ જૂની કંપની સોસ્યોમાં મુકેશ અંબાણીની મોટી ડીલ, 50 ટકા ભાગીદારી ખરીદી

નવી દિલ્હીઃ વર્ષ 2022માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance Industries) ના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani) એ એક બાદ એક ઘણી ડીલ કરી. વર્ષ 2023ની શરૂઆતમાં તેમણે મોટી ડીલ કરી છે. રિલાયન્સની રિટેલ કંપની રિલાયન્સ કંઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડ (આરસીપીએલ) એ ગુજરાતની 100 વર્ષ જૂની કંપની સોસ્યો હજૂરી બ્રેવરેઝ પ્રાઇવેટ લિમિટેડ  (Sosyo hajoori beverages private limited) સાથે ભાગીદારી કરી છે. આરસીપીએલે બ્રેવરેજેસ નિર્માતા કંપની સોસ્યોમાં 50 ટકાની ભાગીદારી ખરીદી છે. RCPL એ પીણાં બનાવતી કંપની Socioમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. કેમ્પાના અધિગ્રહણ પછી, બેવરેજીસ સેગમેન્ટમાં મુકેશ અંબાણીની આ મોટી ડીલ છે. આ એક્વિઝિશન તેમના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. ચાલો આ કંપની અને આ ડીલથી બંને કંપનીઓને થતા ફાયદા વિશે જણાવીએ.

શું છે 100 વર્ષ જૂની કંપનીની કહાની
સોસ્યો હજૂરી કંપની 1923 માં અબ્બાસ રહીમ હજૂરી નામના વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેણે પોતાના ઘરે બનાવેલા તાજા જ્યુસ પેક કરીને વેચવાનું શરૂ કર્યું. આ જ્યુસની તર્જ પર તેણે કાર્બોરેટેડ પીણું સોસ્યો તૈયાર કર્યું અને તેને બજારમાં વેચવાનું શરૂ કર્યું. Socio એ લેટિન શબ્દ છે, જેનો અર્થ છે સભ્ય બનવું અથવા સભ્ય હોવું. જ્યારે અબ્બાસે તેના જ્યુસનું નામ સોસ્યો રાખ્યું ત્યારે તેનો ઉદ્દેશ્ય એ હતો કે તે સમયે ભારતના લોકોને પણ વિદેશી બ્રાન્ડની તર્જ પર સ્થાનિક અને સસ્તા પીણાં મળી શકે. તેની બ્રાન્ડ થોડી જ વારમાં ફેમસ થવા લાગી. સુરત અને ગુજરાતમાં તેનું વેચાણ વધવા લાગ્યું. જ્યુસ બનાવનાર અબ્બાસે જોયું કે લોકો તેની બ્રાન્ડને સોસિયોને બદલે સોસ્યો કહે છે. આ કારણે, તેણે તેની બ્રાન્ડનું નામ બદલીને સોસ્યો રાખ્યું.

કંપની પાસે 100 થી વધુ ડ્રિંક પ્રોડક્ટ્સ
સોસ્યોનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે. કંપની પાસે આજે ઘણી ફ્રેન્ચાઈઝી છે. સુરતમાં શરૂ થયેલી આ બ્રાન્ડ દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિય છે. આ બ્રાન્ડે અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સોશિયો હજૂરી બેવરેજીસ પ્રા. લિ. કંપનીએ આજે ​​પોતાને ભારતની અગ્રણી બ્રાન્ડ્સમાંની એક તરીકે સ્થાપિત કરી છે. કંપની પાસે 100 થી વધુ ફ્લેવર્સ છે. સમગ્ર ભારતમાં તેના 18 ઉત્પાદન એકમો છે. કંપની પાસે 16 ફ્રેન્ચાઈઝી છે, જે યુએસએ, કેનેડા, યુએઈ, સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં બ્રાન્ડની નિકાસ કરે છે. કંપની પાસે Sosyo, Kashmira, Lemmy, Jinlim, Runner, Opener, Hazuri Soda જેવી બ્રાન્ડ્સ છે. હાલમાં અબ્બાસ હઝુરી અને તેમના પુત્ર અલી અસગર હઝુરી આ કંપનીને સંભાળી રહ્યા છે. રિલાયન્સ સાથેની ડીલ પછી પણ બાકીના 50 ટકાની કમાન્ડ તેમની પાસે રહેશે.

આ ડીલથી અંબાણીને શું મળશે
રિલાયન્સ અને સોસ્યો વચ્ચેની આ ડીલથી મુકેશ અંબાણીને શું મળશે તે જાણવું પણ જરૂરી છે. સોસ્યો હજૂરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ સાથેના સોદાથી રિલાયન્સ તેના બેવરેજીસ સેગમેન્ટને વધુ મજબૂત કરશે. કેમ્પા પહેલેથી જ તેમની સાથે છે. હવે સોસિયોમાં હિસ્સો ખરીદ્યા પછી, તે આ સેગમેન્ટમાં પોતાને વધુ મજબૂત બનાવશે. આ 100 વર્ષ જૂની કંપની પાસે વિશાળ ગ્રાહક આધાર છે, જેનાથી રિલાયન્સને ફાયદો થશે. રિલાયન્સ ડિસ્ટ્રિબ્યુશન અને તેના રિટેલ નેટવર્કને પણ સોસિયો માટેના સોદાથી ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news