અમદાવાદમાં શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો વિરોધ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કરી તોડફોડ

શહેરમાં વસ્ત્રાપુર લેક પાસે આવેલા વનમોલમાં મોડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. જેમાં આજે ફિલ્મના પોસ્ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કરીને તોડફોડ કરી હતી.

અમદાવાદમાં શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો વિરોધ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કરી તોડફોડ

મૌલિક ધામેચા/અમદાવાદ: છેલ્લા કેટલાંક દિવસોથી બોલિવુડમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ થઈ રહ્યો છે. તેના પડઘા આજે અમદાવાદમાં મોડી સાંજે પડ્યા છે. અમદાવાદમાં 'પઠાણ'નો વિરોધ જોવા મળ્યો હતો. વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદ વનમોલના સીનેમાઘરમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરાયો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી હતી. જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. આજે ફિલ્મના પોસ્ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કર્યો હતો.

અમદાવાદમાં પઠાણ ફિલ્મનો વિરો
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં વસ્ત્રાપુર લેક પાસે આવેલા વનમોલમાં મોડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. જેમાં આજે ફિલ્મના પોસ્ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કરીને તોડફોડ કરી હતી. બીજી તરફ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે. આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા જે આ સમગ્ર મામલો જોઈને ગભરાઈ ગયા હતા.

No description available.

આ સમગ્ર મામલે હાલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે. હવે પઠાણ ફિલ્મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્ય જગ્યા પણ વિરોધ થાય તેવી શક્યતા છે. આજે બનેલી આ ઘટના અંગે વીડિયો સામે આવતા હવે પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.

No description available.

ઉલ્લેખનીય છે કે, પઠાણ ફિલ્મમાં કિંગ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. આ સોંગ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો.

અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા અમદાવાદ વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. અગાઉ પણ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ગુજરાતમાં રિલીઝ નહિ કરવા ચીમકી ઉચ્ચારી હતી તેમ છતાં મોલમાં પોસ્ટરો લાગતા નુકસાન પહોંચાડ્યું. એટલું જ નહીં VHP એ આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ તેવી ચીમકી ઉચ્ચારી છે. આ સમયે મોલમાં આવનારા ગ્રાહકો પણ માહોલ થી ગભરાઈ ગયા હતા.

મહત્વનું છે કે વિરોધ થતા જ પોલીસ ઘટના સ્થળે પોહચી મામલો શાંત પાડ્યો હતો પરંતુ તોડ ફોડ અંગે હાલ પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ VHP અને બજરંગ દળ દ્વારા જુદા જુદા કાર્યક્રમો આપી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. જોકે આજના આ બનાવ બાદ  રાજ્યમાં વિરોધનો સુર ઉઠ્યો હોવાનું દેખાઈ રહ્યું છે જેને પગલે આગામી સમયમાં અન્ય જિલ્લા કે શહેરોમાં પણ કાર્યકરો વિરોધ કરે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news