વ્યાજદરમાં ઘટાડાની સંભાવના ઓછી, આ તારીખે છે MPC ની બેઠક

વિશેષજ્ઞોનું માનીએ તો ફુગાવોનું દબાણ ઓછું થવાને ધ્યાનમાં રાખતામં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) આ અઠવાડિયે નીતિગત વલણ બદલીને 'તટસ્થ' કરી શકે છે. જોકે રાજકોષીય મોરચા પર પડકારો તથા કાચા તેલના ભાવમાં વધતાં સમિતિ માટે નીતિગત વ્યાજદર ઘટાડવા અત્યારે સંભવ નથી. રિઝર્વ બેંકની (એમપીસી) દ્વિમાસિક સમીક્ષા બેઠક મુંબઇમાં 5 થી 7 ફેબ્રુઆરીના રોજ થશે.
વ્યાજદરમાં ઘટાડાની સંભાવના ઓછી, આ તારીખે છે MPC ની બેઠક

નવી દિલ્હી: વિશેષજ્ઞોનું માનીએ તો ફુગાવોનું દબાણ ઓછું થવાને ધ્યાનમાં રાખતામં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) આ અઠવાડિયે નીતિગત વલણ બદલીને 'તટસ્થ' કરી શકે છે. જોકે રાજકોષીય મોરચા પર પડકારો તથા કાચા તેલના ભાવમાં વધતાં સમિતિ માટે નીતિગત વ્યાજદર ઘટાડવા અત્યારે સંભવ નથી. રિઝર્વ બેંકની (એમપીસી) દ્વિમાસિક સમીક્ષા બેઠક મુંબઇમાં 5 થી 7 ફેબ્રુઆરીના રોજ થશે.

નવા આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસના કાર્યકાળની આ પ્રથમ સમીક્ષા બેઠક છે. શક્તિકાંત દાસે 12 ડિસેમ્બરે આરબીઆઇની કમાન સંભાળી હતી. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી સમીર નારંગે કહ્યું કે મોનેટરી પોલિસી કમિટી આગામી 7 ફેબ્રુઆરીના રોજ પોતાના નીતિગત વલણને 'તોલીને કઠોર' બનાવવાના બદલે 'તટસ્થ' કરી શકે છે. 

છૂટક ફુગાવો અનુમાનથી ઓછો રહ્યો
ઓક્ટોબર-ડીસેમ્બર ત્રિમાસિક દરમિયાન છૂટક ફુગાવો રિઝર્વ બેંકના 3.8 ટકાના અનુમાનથી 2.6 ટકા રહ્યો. નારંગે કહ્યું ''ફુગાવામાં ઉલ્લેખનીય ઘટાડો તથા વૈશ્વિક વૃદ્ધિ સુસ્ત પડતાં 2018-19માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ટકાના દાયરામાં રહેવાનો છે. તેનાથી રિઝર્વ બેંકને નીતિગત વલણ બદલવાને તક મળશે. 

જોકે સ્વાસ્થ્ય, શિક્ષણ તથા ઘરેલૂ તથા વ્યક્તિગત સામાન જેમ કે મુખ્ય પરિબળોના ઉચ્ચ સ્તરથી દરમાં ફેરફારની સુવિધા સીમિત છે.'' મેગ્મા ફિનકોર્પના ઉપાધ્યક્ષ તથા મેનેજિંગ ડિરેક્ટર સંજય ચમડિયાનું માનવું છે કે નાણામંત્રી પિયૂષ ગોયલે બજેટ ભાષણમાં રિઝર્વ બેંક દ્વારા દરમાં ઘટાડાની ભૂમિકા તૈયાર કરી છે.

નવા આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસની પ્રથમ સમીક્ષા
ગત ડિસેમ્બરમાં આરબીઆઇના નવા ગર્વનરના રૂપમાં શક્તિકાંત દાસે પદ સંભાળ્યું. તેમના માટે આ પહેલી નાણાકીય સમીક્ષા હશે. પદ સંભાળતી વખતે શક્તિકાંત દાસે કહ્યું હતું કે રિઝર્વ બેંકની આઝાદી અને મૂલ્યો જાળવી રાખીશું. તેમણે કહ્યું હતું કે બેકિંગ સેક્ટર પર તે તાત્કાલિક ફોકસ કરશે. આરબીઆઇ એક મહાન સંસ્થા છે, તેની લાંબી અને સમૃદ્ધિ વિરાસત છે. શક્તિકાંત દાસે કહ્યું બધા મુદ્દાઓનું અધ્યન કરવામાં સમય લાગશે. આજના સમયમાં નિર્ણય લેવો વધુ જટિલ થઇ ગયો છે. બધા ભાગીદારો પાસે સલાહ ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી મુદ્દાઓથી લઇને અમારી સમજ સારી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news