RBI એ NEFT અને RTGS સિસ્ટમમાં કર્યો મોટો ફેરફાર, બહાર પાડી નવી માર્ગદર્શિકા
NEFT and RTGS System: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પેમેન્ટ સિસ્ટમમાં ભાગ લેનારી સભ્ય બેંકોને કહ્યું છે કે NEFT અને RTGS સિસ્ટમના માધ્યમથી ભારતીય સ્ટેટ બેંક (SBI) ને વિદેશ દાન ફોરવર્ડ કરતી વખતે જરૂરી વિવરણ મેળવવા માટે તમારા કોર બેકિંગ/મિડલવેર સમાધાનોને સંશોધિત કરો.
Trending Photos
NEFT and RTGS System: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પેમેન્ટ સિસ્ટમમાં ભાગ લેનારી સભ્ય બેંકોને કહ્યું છે કે NEFT અને RTGS સિસ્ટમના માધ્યમથી ભારતીય સ્ટેટ બેંક (SBI) ને વિદેશ દાન ફોરવર્ડ કરતી વખતે જરૂરી વિવરણ મેળવવા માટે તમારા કોર બેકિંગ/મિડલવેર સમાધાનોને સંશોધિત કરો. RBI એ Foreign Contribution (Regulation) Act, 2010 (FCRA) થી સંબંધિત લેવડદેવડ માટે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફાર કર્યા છે. એનઈએફટી અને આરટીજીએસ સિસ્ટમમાં જરૂરી બદલાવ કરાયા છે. આરબીઆઈએ કહ્યું ખે કે આ નિર્દેશ 15 માર્ચ 2023થી પ્રભાવી થશે.
RBI એ ગુરુવારે વિદેશી અંશદાન (વિનિયમન) અધિનિયમ સંલગ્ન લેવડદેવડ અંગે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફાર કર્યા છે. ગૃહ મંત્રાલયના ભારતીય સ્ટેટ બેંક દ્વારા વિદેશમાં મોકલવામાં આવતા પૈસા સહિત વિદેશી ફંડ આપનારાઓ વિશે દૈનિક આધાર પર રિપોર્ટ આપવા માટે કહેવાયા બાદ કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે.
FCRA હેઠળ વિદેશી ફંડ SBI ની નવી દિલ્હી મુખ્ય બ્રાન્ચના FCRA ખાતામાં જ આવવું જોઈએ. વિદેશી બેંકોથી FCRA ખાતામાં યોગદાન સ્વિફ્ટ (સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન્સ) અને ભારતીય બેંકોથી NEFT અને RTGS દ્વારા મોકલવામાં આવે છે.
FCRA ખાતામાં આવવું જોઈએ યોગદાન
કેન્દ્રીય બેંકે 'NEFT અને RTGS સિસ્ટમમાં FCRA સંબંધિત લેવડદેવડ કોડનો પરિચય' નામના એક પરિપત્રમાં કહ્યું છે કે FCRA હેઠળ વિદેશી યોગદાન ફક્ત સ્ટેટ બેંકના FCRA ખાતામાં જ પ્રાપ્ત થવું જોઈએ. FCRA ખાતામાં યોગદાન સીધુ વિદેશી બેંકોથી સ્વિફ્ટના માધ્યમથી તથા ભારતીય મધ્યસ્થ બેંકોમાંથી NEFT અને RTGS સિસ્ટમના માધ્યમથી પ્રાપ્ત થાય છે.
RBI એ કહ્યું કે ગૃહ મંત્રાલયની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં દાનકર્તાના નામ, એડ્રસ, મૂળ દેશ, રકમ, મુદ્રા અને રેમિટન્સના હેતુ સહિત તમામ વિવરણ આ પ્રકારની લેવડદેવડમાં નોંધાય તે જરૂરી છે. એસબીઆઈએ દૈનિક આધાર પર આ અંગે જાણકારી ગૃહ મંત્રાલયને આપવાની છે.
FCRA સંબંધિત નિયમો કરાયા કડક
RBI એ બેંકોને NEFT અને RTGS સિસ્ટમના માધ્યમથી SBI ને વિદેશી દાન મોકલતી વખતે અપેક્ષિત વિવરણ પ્રાપ્ત કરવા માટે જરૂરી પરિવર્તન કરવા માટે જણાવ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના 2014માં સત્તામાં આવ્યા બાદથી FCRA સંબંધિત નિયમો કડક કરાયા છે. આ હેઠળ કાયદાની વિવિધ જોગવાઈઓનો ભંગ કરવા મુદ્દે લગભગ 2000 બિન સરકારી સંગઠનો(NGO)ના FCRA રજિસ્ટ્રેશન રદ પણ કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે