ઉંમર પહેલા જ વાળ સફેદ થઈ ગયા? અઠવાડિયામાં 2 વખત લગાડો આ તેલ, વાળ થવા લાગશે કાળા
Hair Care Tips: નાની ઉંમરમાં જ યુવક યુવતીઓના વાળ સફેદ થવા લાગે છે અને તેઓ વાળમાં કલર કરાવતા થઈ જાય છે. પરંતુ વાળને કલર કરાવવાને બદલે આ 2 વસ્તુનો ઉપયોગ કરશો તો તમારા વાળ સફેદમાંથી કાળા થવા લાગશે.
Trending Photos
Hair Care Tips: આપણી સુંદરતામાં વાળનું સૌથી મોટું યોગદાન હોય છે. કાળા વાળ સુંદરતામાં વધારો કરે છે. પરંતુ જ્યારે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે તો ચિંતા વધી જાય છે. અને આજકાલ નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. યુવક યુવતીઓ 25 વર્ષના થાય ત્યાં સુધીમાં તો કલર કરાવતા થઈ જાય છે. કારણ કે નાની ઉંમરમાં જ તેમના વાળ સફેદ થવા લાગે છે અને તેઓ વૃદ્ધ દેખાવા લાગે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. સફેદ થતાં વાળનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને અનહેલ્થી ખોરાક લેવાની આદત છે. જો તમારા વાળ પણ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે તો ચિંતા કરવાની અને કલર કરાવવાની જરૂર નથી તમે કેટલા ઘરેલુ ઉપાયો અજમાવીને સફેદ વાળથી મુક્તિ મેળવી શકો છો.
આ પણ વાંચો:
સફેદ વાળને કાળા કરવાના ઉપાય
લીમડાના પાન
લીમડાના પાનનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ આ લીમડાના પાન વાળ માટે પણ લાભકારક છે. તેનો ઉપયોગ કરવાથી સફેદ વાળને કાળા કરી શકાય છે. તેના માટે આમળા અને બ્રાહ્મણીનો પાવડર લઈને તેમાં લીમડાના પાનને વાટી અને મિક્સ કરી દો. હવે આ મિશ્રણમાં જરૂર અનુસાર પાણી ઉમેરીને આ પેસ્ટને વાળમાં એક કલાક માટે લગાવો અને પછી વાળને ધોઈ લેવા.
નાળિયેરનું તેલ
નાળિયેરનું તેલ પણ વાળ માટે ખૂબ જ સારું છે. તે સફેદ વાળને પણ સરળતાથી કાળા કરે છે. જો તમે સફેદ વાળથી પરેશાન છો તો એક બાઉલમાં નાળિયેરનું તેલ લઈ તેમાં લીંબુનો રસ ઉમેરીને મૂળમાં સારી રીતે લગાડો. એક કલાક સુધી તેને વાળમાં રહેવા દો અને પછી વાળને ધોઈ લેવા. અઠવાડિયામાં બે વખત આ તેલ લગાડવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે