ડ્રિંક કર્યા બાદ કેમ થાય છે હેંગઓવર? સમજો આલ્કોહોલ પાછળનું વિજ્ઞાન, આ રીતે મેળવો છુટકારો
Alcohol Hangover: હેંગઓવરના લક્ષણો શરીરના કુદરતી રિએક્શન હોય છે જ્યારે આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવામાં આવે છે. જો કે, તેની કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ કેટલાક ઉપાયોથી તેના લક્ષણો ઘટાડી શકાય છે.
Trending Photos
Alcohol Hangover: હેંગઓવર એ એક એવી સમસ્યા છે જેનો સામનો દારૂ પીધા પછી ઘણા લોકો કરે છે. દારૂ પીવાથી થતી અગવડતા જેમ કે માથાનો દુખાવો, ઉબકા, થાક અને શરીરમાં દુખાવો હેંગઓવરના સામાન્ય લક્ષણો છે.
જો કે, ઘણા લોકો હેંગઓવરને હળવાશથી લે છે, પરંતુ તે શરીરના ઘણા અંગોને અસર કરી શકે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આવી સ્થિતિમાં આલ્કોહોલની અસરોને સમજવી અને હેંગઓવરની સારવાર માટેના ઉપાયો જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ડ્રિંક કરો છો તો અહીં હેંગઓવરનો સામનો કરવા માટે જાણો સેફ ટ્રિક્સ.
કેમ થાય છે હેંગઓવર?
દારૂનું મેટાબલિઝમ મુખ્યત્વે લિવરમાં થાય છે, જ્યાં આલ્કોહોલ ડિહાઈડ્રોજેનેઝ નામનું એન્ઝાઇમ દારૂને તોડે છે. જેમ-જેમ ઇથેનોલ (દારૂ) તૂટી જાય છે, તે એસીટાલ્ડિહાઇડ નામનું ઝેરી રસાયણ બનાવે છે, જેને શરીરને બહાર કાઢવાની જરૂર છે. આ તે સમય છે જ્યારે હેંગઓવરના લક્ષણો ચરમસીમાએ પહોંચે છે. આ ઉપરાંત દારૂમાં હાજર અન્ય યૌગિકનો જેમ કે કન્જેનર અને સલ્ફાઈટ્સ પણ હેંગઓવરના લક્ષણોમાં વધારો કરી શકે છે.
હેંગઓવર માટે જીન્સ પણ જવાબદાર
એક રિચર્સમાં આ જાણવા મળ્યું છે કે કેટલાક લોકોમાં હેંગઓવરના લક્ષણો વધુ ગંભીર હોય છે. આનું કારણ શરીરમાં દારૂને તોડનાર એન્ઝાઇન, આલ્કોહોલ ડીહાઈડ્રોજેનેઝ અને એલ્ડીહાઈડ ડીહાઈડ્રોજેનેઝને આનુવંશિક ભિન્નતા હોઈ શકે છે. આ ભિન્નતા ખાસ કરીને એશિયન દેશોના લોકોમાં જોવા મળે છે, જેના કારણે તેઓ દારૂ ઝડપથી પચતો નથી અને હેંગઓવરના લક્ષણો તેમને વધુ પરેશાન કરે છે.
હેંગઓવરનો ઇલાજ કેવી રીતે કરવો?
જો કે, હેંગઓવરનો કોઈ ઈલાજ નથી, પરંતુ કેટલાક ઉપાયોથી રાહત મળી શકે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, શૌચ કરવાથી દારૂની અસર ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. દારૂ પેટ અને આંતરડામાં લાંબા સમય સુધી રહે છે અને બ્લડસ્ટ્રીમમાં અબ્સોર્બ થયું રહે રહે છે. આવી સ્થિતિમાં શૌચ કરવાથી તે અવશોષાય થતા પહેલાં આંતરડામાંથી બહાર નીકળી શકે છે.
આ ઉપાય પણ અસરકારક
જો તમને હેંગઓવર થઈ રહ્યું છે તો પૂરતું પાણી પીવો. આ સાથે જ વિટામિન્સ અને મિનરલ્સનું સેવન અને હળવો ખોરાક ખાવાથી પણ રાહત મળે છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે