ફૂલોથી શરૂ થયેલ લવ સ્ટોરીનો થયો અંત, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના છૂટાછેડાની કોર્ટે આપી મંજૂરી

Dhanush Aishwaryaa Rajinikanth Divorce: ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. તેમનું ફેવરિટ કપલ ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત એકબીજાથી કાયમ માટે અલગ થઈ ગયા છે. 27 નવેમ્બરે છૂટાછેડાના કેસની છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે તેને મંજૂરી આપી હતી.

ફૂલોથી શરૂ થયેલ લવ સ્ટોરીનો થયો અંત, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના છૂટાછેડાની કોર્ટે આપી મંજૂરી

Dhanush Aishwaryaa Rajinikanth Divorce: રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તમિલ અભિનેતા ધનુષ કાયમ માટે અલગ થઈ ગયા છે. બન્નેએ વર્ષ 2022માં એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી હતી. જે બાદ બન્ને લાંબા સમયથી એકબીજાથી અલગ રહેતા હતા. તેમના છૂટાછેડાની છેલ્લી સુનાવણી 27મી નવેમ્બરે થઈ હતી. જેમાં ચેન્નાઈ ફેમિલી વેલ્ફેર કોર્ટે બન્નેને છૂટાછેડા આપી દીધા છે. જે પછી બન્ને હવે સત્તાવાર રીતે પતિ-પત્ની નથી રહ્યા. લગ્નના 20 વર્ષ બાદ બન્નેએ આ છૂટાછેડા લીધા છે.

કોર્ટે શું કહ્યું?
સન ટીવી અને ન્યૂઝ 18ના અહેવાલો અનુસાર ફેમિલી વેલ્ફેર કોર્ટે આ બન્નેના છૂટાછેડાને મંજૂરી આપી છે અને કહ્યું છે કે, 'તે બન્ને હવે એક સાથે રહી શકશે નહીં.' આ કેસની સુનાવણી ત્રણ વખત થઈ ચૂકી છે. પરંતુ ધનુષ અને ઐશ્વર્યા કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા. જો કે, ઐશ્વર્યા ગુરુવારે કોર્ટમાં હાજર થઈ હતી. જે બાદ ન્યાયાધીશે કેસની આગામી સુનાવણીની તારીખ 27મી નવેમ્બર આપી છે.

2004માં કર્યા હતા લગ્ન 
ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. બન્નેને બે બાળકો છે - લિંગા અને યાત્રા. રિપોર્ટ્સનું માનીએ તો બન્ને આસપાસના વિસ્તારમાં રહે છે અને બાળકો બન્ને માતા-પિતા સાથે સમય વિતાવે છે. બન્ને અવારનવાર બાળકો સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

2022માં અલગ થવાની જાહેરાત કરી હતી
ધનુષ અને ઐશ્વર્યાએ 17 જાન્યુઆરી 2022ના રોજ એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી હતી. તે સમયે લખ્યું હતું કે, '18 વર્ષ સુધી એકબીજા સાથે મિત્ર, કપલ, માતાપિતા અને એકબીજાના શુભેચ્છકો તરીકે રહ્યા. આ સફળ ગ્રોથ, અન્ડરસ્ટેન્ડિંગ અને અડ્જસ્ટમન્ટની હતી. આજે અમે લોકો એવા મુકામ પર છીએ જ્યાં અમારા રસ્તાઓ અલગ થઈ ગયા છે.'

આ રીતે શરૂ થઈ લવ સ્ટોરી
આ પાવરફુલ કપલની લવ સ્ટોરી વર્ષ 2003માં શરૂ થઈ હતી. ઐશ્વર્યા થિયેટરમાં ધનુષની ફિલ્મ Kadhal Konden જોઈ રહી હતી. તે સમયે ધનુષ પણ સિનેમા હોલમાં હાજર હતો. ઐશ્વર્યાએ તેની એક્ટિંગની પ્રશંસા કરી હતી અને તેના ઘરે ફૂલોનો એક બુકે પણ મોકલ્યો હતો. આ પછી ધનુષે ઐશ્વર્યાનો આભાર માન્યો હતો. આ પછી બન્નેની લવ સ્ટોરી શરૂ થઈ. એક ઈન્ટરવ્યુમાં બન્નેએ કહ્યું હતું કે, સમય કેવી રીતે પસાર થઈ ગયો, તેઓ ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news