વાળને રેશમ જેવા મુલાયમ અને ચમકદાર બનાવવા માટે આજે જ ઘરે બનાવો આ નેચરલ શેમ્પૂ
Hair Care Tips: માર્કેટમાં વાળને હેલ્ધી બનાવવા માટે ઘણી બધી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં વાળ ખરવાની સમસ્યા યથાવત રહે છે. કેમિકલ ફ્રી શેમ્પૂને તમે ઘર પર તૈયાર કરી શકો છો, જેનાથી વાળ મુલાયમ પણ બનશે અને અન્ય હેર પ્રોબ્લેમથી છુટકારો મળશે.
Trending Photos
Hair Care Tips: બદલાતા હવામાનની અસર સેહતની સાથે-સાથે ત્વચા અને વાળ પર પણ પડે છે. તેમજ પ્રદૂષણ અને કોસ્મેટિક ઉત્પાદનોનો વધુ પડતો ઉપયોગ પણ ક્યારેક નિર્જીવ વાળ, બે મુંહ વાળા વાળ અને વાળ ખરવાનું કારણ બને છે. આજના સમયમાં છોકરો હોય કે પછી છોકરી દરેક ત્રીજી વ્યક્તિને વાળ સંબંધિત સમસ્યાઓથી પરેશાન હોવાની ફરિયાદ કરતી જોવા મળશે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કુદરતી વસ્તુઓ ખૂબ જ અસરકારક છે. શેમ્પૂ એ મૂળભૂત ઉત્પાદન છે જેનો ઉપયોગ મોટાભાગના લોકો અઠવાડિયામાં બે થી ત્રણ વખત તેમના વાળ પર કરે છે. હાલમાં જો તમારે હેલ્ધી વાળ જોઈએ છે, તો તમે કેટલાક કુદરતી ઘટકો સાથે ઘરે શેમ્પૂ તૈયાર કરી શકો છો.
ત્વચાની જેમ વાળ પણ શિયાળામાં ખૂબ જ ડ્રાય અને ફ્રિઝી થઈ જાય છે, જેના કારણે વાળ ખરવા, તૂટવા, ફાટવા વગેરે જેવી સમસ્યાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં બજારમાં ઉપલબ્ધ કેમિકલયુક્ત શેમ્પૂ તમારા વાળને વધુ શુષ્ક બનાવી શકે છે, તો ચાલો જાણીએ કે તેનાથી છુટકારો મેળવવા અને સ્વસ્થ વાળ રાખવા માટે ઘરે શેમ્પૂ કેવી રીતે તૈયાર કરી શકાય.
શેમ્પૂ બનાવવા માટે આ વસ્તુઓની જરૂર પડશે
હોમમેઇડ શેમ્પૂ બનાવવા માટે તમારે મેથીના દાણા, ચોખા, લાલ ડુંગળી, કઢી પત્તા, એલોવેરા જેલ, સૂકા આમળા, અળસીના બીજ અને વાળ ધોતી વખતે ફીણ બનાવવા માટે અરીઠાની જરૂર પડશે. આ બધી સામગ્રીઓ પહેલા એકત્રિત કરી લો જેથી શેમ્પૂ બનાવતી વખતે કોઈપણ સમસ્યા ન આવે.
આ રીતે શેમ્પૂ તૈયાર કરો
શેમ્પૂ બનાવવા માટે ચોખા, અરીઠા, અળસી, મેથીના દાણા, એલોવેરાના ટુકડા બધી વસ્તુઓને ઓછામાં ઓછા બે લિટર પાણી સાથે એક વાસણમાં લો અને તેને આખી રાત પલાળી રાખો. સવારે 7 થી 8 નાની ડુંગળી લો તેના નાના ટુકડા કરી લો અને આ બધી વસ્તુઓને એક તપેલીમાં નાખીને સારી રીતે ઉકાળો.
જ્યારે પાણી ઘટ્ટ થવા લાગે ત્યારે તેને આંચ પરથી ઉતારી લો અને અરીઠાના દાણા કાઢી લો. જ્યારે આ બધી વસ્તુઓ ઠંડી થઈ જાય ત્યારે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને ઝીણી પેસ્ટ બનાવી લો અને તેને ચાળણીની મદદથી ગાળી લો. કેમિકલ વગરનું તમારું નેચરલ શેમ્પૂ તૈયાર થઈ જશે.
શેમ્પૂ સ્ટોર કરવાની રીત શું છે?
આ શેમ્પૂને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરો. તેને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. જ્યારે તમે શેમ્પૂ કરવા માંગો છો, ત્યારે તેને થોડો સમય પહેલાં બહાર કાઢો જેથી તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય. વાળને થોડા ભીના કરો અને આ શેમ્પૂને મૂળથી છેડા સુધી લગાવ્યા પછી ઓછામાં ઓછા બેથી ત્રણ મિનિટ સુધી રાખો અને પછી મસાજ કરીને વાળને ધોઈ નાખો.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે