PMC બેંકના ગ્રાહકોને RBI એ આપી રાહત, હવે ખાતામાંથી કાઢી શકશે 10,000 રૂપિયા
આરબીઆઇ (RBI) એ કહ્યું કે પીએમસી બેંકના એકાઉન્ટ હોલ્ડર બેંકમાં પૈસાની સમીક્ષા બાદ ઉપાડની સીમા વધારવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇના આ નિર્ણયથી બેંકના ખાતાધારકોને મોટી રાહત મળી છે. રિઝર્વ બેંકના આ પગલાંથી સહકારી બેંકના 60 ટકા ગ્રાહકોને રાહત મળશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)એ પ્રતિબંધિત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (PMC Bank)માં હવે ખાતામાંથી રકમ નિકાળવાની સીમા 1,000 થી વધારીને 10,000 રૂપિયા કરી દીધી છે. આરબીઆઇ (RBI) એ કહ્યું કે પીએમસી બેંકના એકાઉન્ટ હોલ્ડર બેંકમાં પૈસાની સમીક્ષા બાદ ઉપાડની સીમા વધારવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇના આ નિર્ણયથી બેંકના ખાતાધારકોને મોટી રાહત મળી છે. રિઝર્વ બેંકના આ પગલાંથી સહકારી બેંકના 60 ટકા ગ્રાહકોને રાહત મળશે.
છ મહિના માટે લગાવ્યો હતો પ્રતિબંધ
તમને જણાવી દઇએ કે આરબીઆઇ (RBI)એ મંગળવારે (24 સપ્ટેમ્બર)ના રોજ મુંબઇના પીએમસી બેંક (PMC Bank) પર છ મહિના માટે પ્રતિબંધ લગાવ્યો હતો. તે સમયે રિઝર્વ બેંકે પીએમસી બેંકના ખાતાધારકો માટે ઉપાડની સીમા 1,000 રૂપિયા નક્કી કરી હતી. આ ઉપરાંત આ સમયગાળામાં બેંક દ્વારા નવી લોન આપવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
બેંકના 60 ટકા ગ્રાહકોને મોટી રાહત
આરબીઆઇ (RBI) ને પીએમસી બેંકના એનપીએ (NPA) ઓછી કરીને બતાવવા સહિત ઘણી અનિયમિતતાઓ મળી હતી, ત્યારબાદ તેણે આ પગલુંભર્યું હતું. આ સીમાથી બેંકના 60 ટકાથી વધુ જમાકર્તા પોતાના પુરા પૈસા ખાતામાંથી કાઢી શકશે. જોકે બેંકે કહ્યું કે વધેલી રકમનો ઉપાડ ત્યારે થઇ શકશે જ્યારે ખાતાધારક બેંકમાંથી કોઇ લોનનો દેણદાર નહી હોય અને તે કોઇ ત્રીજા પક્ષને આપેલા લોનમાં જામીનદાર ન હોય.
બેંક વિરૂદ્ધ એકાઉન્ટ હોલ્ડરે નોંધાઇ ફરિયાદ
બીજી તરફ પીએમસી બેંકના ઘણા ખાતાધારકોએ બેંકના અધિકારીઓ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે જણાવ્યું કે બેંકના અધિકારીઓ અને એચડીઆઇએલ વિરૂદ્ધ જમાકર્તાઓ 3,000 કરોડ રૂપિયાની લૂંટનો કેસ નોંધાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે