RBI એ હવે આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, 6 મહિનામાં ઉપાડી શકશે માત્ર 1000 રૂપિયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કર્નાટકના (Karnataka) ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક પર કારોબાર કરવાને લઇને પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારબાદ, બેંક હવે નવી લોન જારી કરી શકશે નહીં અને ના કોઈ પ્રકારની ડિપોઝિટ સ્વીકારી શકશે
Trending Photos
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કર્નાટકના (Karnataka) ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક પર કારોબાર કરવાને લઇને પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારબાદ, બેંક હવે નવી લોન જારી કરી શકશે નહીં અને ના કોઈ પ્રકારની ડિપોઝિટ સ્વીકારી શકશે. આરબીઆઈએ આ નિયંત્રણોની ઘોષણા કરી છે કારણ કે આ બેંકની આર્થિક સ્થિતિ યોગ્ય નથી. આરબીઆઇએ કહ્યું કે બેંક પર પ્રતિબંધનો અર્થ એ નથી કે, બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યું છે.
ગ્રાહક ઉપાડી શકશે માત્ર 1,000 રૂપિયા
બેંકની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે આરબીઆઈએ તેની તમામ બચત અને ચાલુ ખાતાના ગ્રાહકોને 6 મહિનામાં ફક્ત હજાર રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી છે. જો કે, આરબીઆઈએ ગ્રાહકોને 6 મહિનાના મુદત ગાળા દરમિયાન થાપણો સામે લોન ચૂકવવાની શરતી મંજૂરી આપી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ગ્રાહકો તેમની થાપણોને આધારે લોન પતાવી શકે છે. આ અમુક શરતોને આધિન છે.
6 મહિનાનો પ્રતિબંધ, ગભરાવાની જરૂર નથી
આરબીઆઈના નિર્ણય મુજબ, આ બેંકમાં તાત્કાલિક અસર એટલે કે 19 ફેબ્રુઆરી 2021 થી 6 મહિના સુધી કોઈપણ પ્રકારના કારોબાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધનો અર્થ કોઈ પણ રીતે ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરવું નથી. તે બેંક પ્રતિબંધો સાથે બેન્કિંગ સેવાઓ ચલાવી શકે છે. તે જ સમયે, નિર્ધારિત સમયગાળા પછી બેંકની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. તેમ છતાં, કામકાજ પર પ્રતિબંધ હોવા છતાં, 99.58% ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો:- પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આરબીઆઈએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ગ્રાહકોને 'ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન' તરફથી થાપણો પર વીમાનો લાભ આપવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, આ વીમા હેઠળ ગ્રાહકને થાપણો પર 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે.
આરબીઆઈએ પણ તેની મંજૂરી વિના બેંકને કોઈ નવું રોકાણ કરવા અથવા નવી જવાબદારી લેવાનો પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, બેંકના સીઇઓને 18 ફેબ્રુઆરીએ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, તેઓ કોઈ પ્રકારની ચૂકવણી ના કરે ભલે તે કોઈ દેવાદારને ચૂકવવાના હોય. આ સાથે, બેંક આરબીઆઈથી છૂટ પ્રાપ્ત કોઈપણ સંપત્તિનો નિકાલ પણ કરી શકશે નહીં.
(ઇનપુટ એજન્સી ભાષા સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે