BJP નેતા પામેલા ગોસ્વામી 25 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર, કોકીન રાખવાનો છે આરોપ

કોકીન રાખવાના આરોપમાં ધરપકડ કર્યા બાદ ભાજપ નેતા પામેલા ગોસ્વામીને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવા દરમિયાન ગોસ્વામીએ કહ્યું કે, તેને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી છે. ત્યારબાદ તેને 25 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે. 
 

BJP નેતા પામેલા ગોસ્વામી 25 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર, કોકીન રાખવાનો છે આરોપ

કોલકત્તાઃ કોકીન રાખવાના કેસમાં ધરપકડ કરાયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા પામેલા ગોસ્વામી (Pamela Goswami) ને આજે શનિવારે NDPS કોર્ટે 25 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડમાં મોકલી દીધી છે. સુનાવણી દરમિયાન ગોસ્વામીએ કહ્યું કે, તેને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી છે. 

NDPS કોર્ટમાં સુનાવણી દરમિયા પામેલા ગોસ્વામી (Pamela Goswami)  એ પાર્ટીના એક અન્ય નેતા રાકેશ સિંહની ધરપકડની માંગ કરી હતી. આ સિવાય તેણે તે પણ કહ્યું કે, આ કેસમાં સીઆઈડી તપાસ થવી જોઈએ. પામેલાએ કહ્યું, 'રાકે સિંહે એક વ્યક્તિને પાઉચ (કોકીન) લગાવવા મોકલ્યો હતો. મને વિશ્વનીય સ્ત્રોતથી જાણકારી મળી છે. મેં 5 દિવસ પહેલા એક ઓડિયો રેકોર્ડ કર્યો હતો.'

તેણે કહ્યું કે, આ એક ષડયંત્ર છે, જે લાંબા સમયથી મારી વિરુદ્ધ રચવામાં આવી રહ્યું હતું. ન્યૂ અલીપુર પોલીસ સ્ટેશનનું પણ એક ષડયંત્ર હોઈ શકે છે. પામેલાએ કહ્યું કે, ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટ (ડીડી) કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશ ડિપાર્ટમેન્ટ (CID) એ આ મામલા પર ધ્યાન આવવું જોઈએ. સત્યની જીત થશે. કોર્ટે પામેલાને 25 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડમાં મોકલી છે. કોર્ટની બહાર નિકળવા દરમિયાન પામેલાએ એકવાર ફરી સીઆઈડી તપાસની માંગ કરી હતી. 

સરકારે હજારોને ખોટા કેસમાં ફસાવ્યાઃ વિજયવર્ગીય
આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 22 ફેબ્રુઆરીએ પ્રત્સાવિત હુગલી રેલીની તૈયારીનું નિરીક્ષણ કરવા પહોંચેલા ભાજપના નેતા અને પાર્ટીના રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે પામેલા દ્વારા તથાકથિત કૈલાશ વિજયર્ગીયના સહયોગી ભાજપ નેતા રાકેશ સિંહ પર તેને ફસાવવાના આરોપો પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ વિજયવર્ગીયે કહ્યુ કે, તૃણમૂલની સરકારમાં પોલીસે અનેક હજારો સમર્થકો અને નેતાઓને ખોટા એનડીપીએસ અનેવ ફોજદારી કેસમાં ફસાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અનુસાર આ મામલામાં અમને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે. કાયદો પોતાનું કામ ખુદ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news