ગ્રે માર્કેટમાં સારા નફાનો સંકેત, આ IPO માં એસબીઆઈ અને LIC એ લગાવ્યો દાવ
Protean eGov Tech IPO: આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 752-792 રૂપિયા પ્રતિ શેર છે. આશરે 490 કરોડ રૂપિયાનો આઈપીઓ 6 નવેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 8 નવેમ્બરે બંધ થશે.
Trending Photos
Protean eGov Tech IPO: આગામી સપ્તાહે પ્રોટીન ઈગોવ ટેક્નોલોજીઝ (જેને પહેલા ઈ-ગવર્નેંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામથી ઓળખવામાં આવતી હતી) નો આઈપીઓ લોન્ચ થવાનો છે. આ કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 143 કરોડથી વધુ રૂપિયા ભેગા કર્યાં છે. એન્કર ઈન્વેસ્ટરોની વાત કરીએ તો સોસાઇટી જનરલ, એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સ કંપની, એસબીઆઈ લાઇફ ઈન્શ્યોરન્સ કંપની, આદિત્ય બિરલા સન લાઇફ ઈન્શ્યોરન્સ કંપની, એલઆઈસી મ્યૂચુઅલ ફંડ અને બરોડા બીએનપી પારિબા મ્યૂચુઅલ ફંડ સામેલ છે.
શું છે પ્રાઇઝ બેન્ડઃ આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 752-792 રૂપિયા પ્રતિ શેર છે. આશરે 490 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 6 નવેમ્બરે ખુલશે અને 8 નવેમ્બરે સમાપ્ત થશે. આ આઈપીઓમાં શેરધારકો દ્વારા વેચાણ માટે રજૂઆત (ઓએફએસ) છે. ઓએફએસની સાઇઝ પહેલા નક્કી 1.28 કરોડ ઈક્વિટી શેરથી ઘટાડી 61.91 લાખ ઈક્વિટી શેર કરી દેવામાં આવી છે. આઈપીઓમાં કંપની કર્મચારીઓને 75 રૂપિયા પ્રતિ શેરની છૂટ પર 1.5 લાખ ઈક્વિટી શેર પણ સામેલ છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું પ્રીમિયમ 137 રૂપિયા એટલે કે 20 ટકા જેટલું વધુ છે. આ રીતે આઈપીઓનું લિસ્ટિંગ 900 રૂપિયાને પાર થવાનું સંભાવના છે.
કોણ વેચી રહ્યું છે શેરઃ ઓએફએસમાં શેરની રજૂઆત કરનારમાં આઈઆઈએફએલ સ્પેશિયલ ઓપર્યુનિટીઝ ફંડ, એનએસઈ ઈન્વેસ્ટમેન્ટ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, ડોયચે બેન્ક એજી. પંજાબ નેશનલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સામેલ છે. કેમ કે આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓએફએસ છે, તેથી તમામ આવક વેચાણ કરનાર શેરધારકો પાસે જશે અને કંપનીને ઈશ્યૂથી કોઈ ફંડ નહીં મળે.
IPOનો અડધો ભાગ લાયક સંસ્થાકીય રોકાણકારો માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને બાકીનો 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. આ IPOના એક લોટમાં ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર છે.
નોંધનીય છે કે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ઈક્વિરસ કેપિટલ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને નોમુરા ફાઈનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) આ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. કંપનીના શેર બીએસઈ પર લિસ્ટ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે