આ ખાતાધારકો માટે સારા સમાચાર: કોના ખાતામાં ક્યારે પૈસા જમા થશે? PM મોદીએ આપ્યો જવાબ

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકડાઉનમાં ગરીબો સુધી પૈસા પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખોની જાહેરાત કરી દીધી છે. જનધન ખાતાધારકોને લોકડાઉનમાં આર્થિક સહાયતા જલદી મળવાની શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જનધન ખાતાધારકોની સાથે આ મહત્વની જાણકારી શેર કરી જેથી કરીને બેંકોમાં ભીડ ન ઉમટે. 

આ ખાતાધારકો માટે સારા સમાચાર: કોના ખાતામાં ક્યારે પૈસા જમા થશે? PM મોદીએ આપ્યો જવાબ

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકડાઉનમાં ગરીબો સુધી પૈસા પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખોની જાહેરાત કરી દીધી છે. જનધન ખાતાધારકોને લોકડાઉનમાં આર્થિક સહાયતા જલદી મળવાની શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જનધન ખાતાધારકોની સાથે આ મહત્વની જાણકારી શેર કરી જેથી કરીને બેંકોમાં ભીડ ન ઉમટે. 

ખાતામાં પૈસા જમા થવાની તારીખ

જે ખાતાના અંતિમ અંક 0 કે 1 છે તે ખાતાધારકને  3 એપ્રિલના રોજ પૈસા મળશે.
જે ખાતાના અંતિમ અંક 2 કે 3 છે તે ખાતાધારકને  4 એપ્રિલના રોજ પૈસા મળશે.
જે ખાતાના અંતિમ અંક 4 કે 5 છે તે ખાતાધારકને 7 એપ્રિલના રોજ પૈસા મળશે.
જે ખાતાના અંતિમ અંક  6 કે 7 છે તે ખાતાધારકને  8 એપ્રિલના રોજ પૈસા મળશે.
જે ખાતાના અંતિમ અંક  8 કે 9 છે તે ખાતાધારકને 9 એપ્રિલના રોજ પૈસા મળશે.

કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે આર્થિક મદદની થઈ ચૂકી છે જાહેરાત
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારે વડાપ્રધાન જનધન યોજના હેઠળ આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. આ માટે સરકારે આ ખાતાધારકોના બેંક એકાઉન્ટમાં આગામી 3 મહિના સુધી પૈસા મોકલવાનું કહ્યું છે. પહેલો હપ્તો 3 એપ્રિલના રોજ ખાતાધારકોના એકાઉન્ટમાં જમા થશે. 

જુઓ LIVE TV

સરકાર દર મહિને આપશે 500 રૂપિયા
હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે જનધન ખાતામાં આગામી ત્રણ મહિના સુધી પ્રત્યે મહિને 500 રૂપિયા નાખવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ યોજનાનો પૂરેપૂરો લાભ તે મહિલાઓને મળશે જેમના જનધન યોજનાના ખાતામાં ભાગીદારી 53 ટકા છે. અર્થાત જનધન યોજના હેઠળ કુલ ખાતામાંથી 53 ટકા ખાતા મહિલાઓા છે. નાણામંત્રીની આ જાહેરાત બાદ દેશમાં લગભગ 20 કરોડ મહિલાઓને તેનો સીધો લાભ મળશે. આ ઉપરાંત વૃદ્ધો, દિવ્યાંગો, અને વિધવાઓને ત્રણ મહિના સુધી એક હજાર રૂપિયા વધારાના મળશે. જે બે હપ્તામાં અપાશે. 3 કરોડ લોકોને તેનો લાભ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news