ધોની vs ગંભીર? વિશ્વકપ ફાઇનલની તસવીરથી પૂર્વ બેટ્સમેન નારાજ


ગંભીરે કહ્યું કે, આ પૂરી ટીમ અને સપોર્ટ સ્ટાફની જીત હતી. તેમણે એક વેબસાઇટના ટ્વીટ પર જવાબ આપ્યો કે હવે સમય આવી ગયો છે કે તમે એક સિક્સ માટે દીવાનગીમાંથી બહાર આવો. 
 

ધોની vs ગંભીર? વિશ્વકપ ફાઇનલની તસવીરથી પૂર્વ બેટ્સમેન નારાજ

નવી દિલ્હીઃ વર્ષ 2011માં એમએસ ધોની દ્વારા ફટકારવામાં આવેલા વિજયી છગ્ગા માટે 'ઝનૂન'ને લઈને ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ગંભીરે સોશિયલ મીડિયા પર નિશાન સાધ્યું છે. ગંભીરે કહ્યું કે, ટૂર્નામેન્ટ ટીમ અને સપોર્ટ સ્ટાફના સહયોગથી જીતી હતી.

વિશ્વ કપ 2011ની જીતને નવ વર્ષ પૂરા થવા પર ક્રિકેટ વેબસાઇટે ધોનીની તે તસવીરને પોસ્ટ કરી હતી. તે વેબસાઇટે તેને કેપ્શન આપ્યું હતું- તે શોટ જેણે કરોડો લોકોને ખુશીથી નાચવા માટે મજબૂર કરી દીધા. ગંભીરને આ વાત પસંદ પડી નથી.

વિશ્વકપ ફાઇનલની વાત કરીએ તો ગંભીર ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી રહ્યો છે. વર્ષ 2007માં ટી20 વિશ્વકપમાં તેણે પાકિસ્તાન વિરુદ્ધ પણ અડધી સદી ફટકારી હતી. તેણે 2011ના ટાઇટલના મુકાબલામાં 97 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ટીમને જરૂર હતી તો આ ડાબા હાથના બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

તેની ઈનિંગે ભારતને 275 રનનો લક્ષ્ય હાસિલ કરવામાં મદદ કરી હતી. ભારતીય ટીમે વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરની વિકેટ જલદી ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ ગંભીરે પહેલા વિરાટ કોહલી અને એમએસ ધોનીની સાથે ઉપયોગી ભાગીદારી કરી હતી. વીરૂ પ્રથમ ઓવરમાં આઉટ થયો તો સચિન 18 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તેણે કોહલીની સાથે 83 અને ધોનીની સાથે 99 રન જોડ્યા હતા. 

— Gautam Gambhir (@GautamGambhir) April 2, 2020

સદી ચુક્યો
પરંતુ ગંભીર પોતાની સદી પૂરી ન કરી શક્યો અને 97 રન બના વી આઉટ થયો હતો. જ્યારે તે આઉટ થયો તો ભારતને 52 બોલમાં 52 રનની જરૂર હતી. ત્યારબાદ ધોનીએ યુવરાજ સિંહની સાથે મળીને ભારતને જીત અપાવી હતી. ધોની 79 બોલ પર 91 અને યુવરાજ 24 બોલ પર 21 રન બનાવી અણનમ રહ્યાં હતા. 

ધોની સાથે રહ્યો છે વિવાદ
ગંભીરના આ નિવેદનને ધોની પર નિશાનના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે. તે આ પહેલા પણ આમ કરી ચુક્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 2012માં ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય સિરીઝ દરમિયાન કહ્યું હતું કે તે અમે ત્રણ (સચિન, સહેવાગ અને ગંભીર)ને એક સાથે ન રમાડી શકે કારણ કે તે 2015 વિશ્વ કપ વિશે વિચારી રહ્યો હતો. 

ગંભીરે કહ્યું હતું, આ ખુબ દુખી કરનારી વાત હતી. મને લાગે છે કે કોઈપણ ક્રિકેટર માટે દુખદ વાત હશે. મેં ક્યાંય સાંભળ્યું નથી કે કોઈને 2012માં કહેવામાં આવે કે તમે 2015 વિશ્વકપનો ભાગ હશો નહીં. હું હંમેશા તે વિચારતો આવ્યો કે તમે રન બનાવો તો ઉંમર માત્ર નંબર હોય છે. 

ધોનીના કારણે ન થઈ સદી
ગંભીરે કહ્યું હતું કે જ્યારે તે ફાઇનલમાં 97ના સ્કોર પર પહોંચ્યો ત્યારે તેનું ધ્યાન પોતાના સ્કોર પર નહીં ટાર્ગેટ પર હતું. તેણે કહ્યું, જ્યારે ઓવર પૂરી થઈ ત્યારે તેણે મને કહ્યું કે, માત્ર ત્રણ રન બાકી છે અને તું આ ત્રણ રન પૂરા કરતો સદી બની જશે. 

ગંભીરે કહ્યું કે, જો ધોની મને મારા સ્કોરની યાદ ન અપાવત તો હું આસાનીથી ત્રણ રન બનાવી શક્યો હતો. તેના યાદ અપાવ્યા બાદ હું વધુ સાવધાન થઈ ગયો અને થિસારા પરેરાના બોલ પર ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે, ધોનીની સલાહથી મારૂ ધ્યાન ભંગ થઈ ગયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news