Petrol Price Today 24 May 2021: આ શહેરમાં 100 રૂપિયા થઈ ગયો પેટ્રોલનો ભાવ! જાણો તમારા શહેરમાં કેટલો વધ્યો ભાવ
કોરોના કાળમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ લગભગ 100 રૂપિયા થઈ ગયો છે. છેલ્લાં 1 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 22 રૂપિયાનો વધારો થયો છે.
Trending Photos
નવી દિલ્લીઃ કોરોના કાળમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ લગભગ 100 રૂપિયા થઈ ગયો છે. છેલ્લાં 1 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 22 રૂપિયાનો વધારો થયો છે. રવિવારે થયેલાં ભાવ વધારા બાદ આજે થોડી રાહત મળી છે. આજે કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, આગામી 1-2 દિવસોમાં મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ જશે. આજે સવારે ૬ વાગે પેટ્રોલ ડીઝલ ( Petrol – Diesel Price) ના નવા દર જાહેર કરવામાં આવ્યા છે.
સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) સવારે 6 વાગ્યા પછીથી નવા દરો લાગુ કરે છે. હાલમાં ગઈ કાલે કિંમતોમાં વધારો કરાય બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગયા છે. છેલ્લા 20 દિવસમાં સમયાંતરે પેટ્રોલ – ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે. 4 મેથી આજદિન સુધી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 3.24 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.94 રૂપિયા મોંઘુ થયું છે.
જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ
City Petrol Diesel
Delhi 93.21 84.07
Kolkata 93.27 86.91
Mumbai 99.49 91.3
Chennai 94.86 88.87
Ahmedabad 90.32 90.6
Rajkot 91.1 91.37
Surat 90.76 91.05
Vadodara 89.86 90.14
(સોર્સ : ગુડ રિટર્ન્સ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે