પાલનપુર-આબુ હાઇવે પર પોલીસવાનને ટક્કર મારતાં 4 પોલીસકર્મી ઘાયલ

પાછળથી પુરઝડપે આવેલા કન્ટેનર નં. એચ. આર.55. એ.એ. 3509ના ચાલક રાજસ્થાન (Rajasthan) ના ઝુંઝનુ જીલ્લાના ઉદેપુરવાટી તાલુકાના ચકજોધપુરાના રોહીતાસભાઇ જાબરમલ માળીએ પોલીસની ગાડીને પાછળથી ટક્કર મારી હતી.

પાલનપુર-આબુ હાઇવે પર પોલીસવાનને ટક્કર મારતાં 4 પોલીસકર્મી ઘાયલ

અલ્કેશ રાવ, પાલનપુર: પાલનપુર (Palanpur) તાલુકા પોલીસ (Police) ની મોબાઇલ વાન જીજે. 08.જીએ. 1239માં ચાલક મહંમદયુનુસ અબ્દુલ કરીમ, એ. એસ. આઇ રહીમખાન જમાલખાન, અ. હે. કો. મહેશકુમાર બાબુલાલ અને એલ.આર.પો.કો. અક્ષયકુમાર શનિવારે રાત્રે 2 કલાકે ખેમાણા ટોલ પ્લાઝાથી પાલનપુર (Palanpur) તરફ આવી રહ્યા હતા. ત્યારે હાઇવે (highway) ની ડાબી સાઇડે કંઇક શંકાસ્પદ જણાતાં ગાડી ઉભી રાખી ચેક કરવા ઉતરતા હતા.

તે દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા કન્ટેનર નં. એચ. આર.55. એ.એ. 3509ના ચાલક રાજસ્થાન (Rajasthan) ના ઝુંઝનુ જીલ્લાના ઉદેપુરવાટી તાલુકાના ચકજોધપુરાના રોહીતાસભાઇ જાબરમલ માળીએ પોલીસની ગાડીને પાછળથી ટક્કર મારી હતી. જેથી ગાડી આગળ ઉભેલા ઝાડ સાથે અથડાઇ હતી. 

આ અકસ્કમાત (Accident) માં ચારેય પોલીસ કર્મીઓને ઇજાઓ થતાં પાલનપુર સિવિલ (Palanpur Civil) માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કન્ટેનટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news