પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં રાખવા ભારત સરકાર જાગી, શું છે નવી ફોર્મ્યુલા? જાણો

પેટ્રોલ ડીઝલના ભાવમાં છાશવારે થઇ રહેલા ઉછાળાને ગંભીરતાથી લેતાં ભારત સરકાર નવી ફોર્મ્યુલા તૈયાર કરવા જઇ રહી છે. આ માટે સરકારે એક નવો પ્લાન તૈયાર કર્યો છે.

પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં રાખવા ભારત સરકાર જાગી, શું છે નવી ફોર્મ્યુલા? જાણો

નવી દિલ્હી : કાચા તેલની વધતી કિંમતોથી આસમાને જઇ રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ પર લગામ લગાવવા માટે ભારત સરકારે કમરકસી છે. ભારતે તેલ ઉત્પાદક દેશોના પ્રમુખ સંગઠન OPEC (ઓર્ગેનાઇજેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ)થી ક્રૂડ ઓઇલ ન ખરીદવાનું મન બનાવી લીધું છે. અમેરિકા અને ચીનથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરૂવારે ઓપેક સદસ્ય દેશાના રાજદૂતો સાથે મુલાકાત કરી અને ટૂંકમાં કહી દીધું કે, જો તે ક્રૂડ ઓઇલની કિંમતોને લઇને ગંભીર નહીં થાય તો ભારત એમની પાસેથી કાચું તેલ (ક્રૂડ ઓઇલ) ખરીદવા અંગે વિચારણા કરી શકે છે. 

મંત્રીનો ઇશારો ક્રૂડ ઓઇલની કિંમતોમાં થઇ રહેલા વધારા સામે હતો. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઓપેક દેશ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડીને કિંમતો જાતે કરીને ઉંચી કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે. ભારત સહિત દક્ષિણ એશિયાના દેશો ઓપેક દેશો પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે. સાથોસાથ એલપીજી અને એલએનજીની પણ આયાત કરે છે. 

— Dharmendra Pradhan (@dpradhanbjp) June 14, 2018

ચીન સાથે કરી શકે છે સમજૂતી
ઓપેક પ્રતિનિધઓ સાથે પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની બેઠક પહેલા ચીન સાથે પણ એક બઠક કરાઇ હતી. જેમાં ક્રૂડ ઓઇલને લઇને સમજૂતી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં સમજૂતી થઇ કે, ભારત ચીની કંપનીઓ પાસેથી સીધી રીતે ક્રૂડ ઓઇલ ખરીદશે. આ બેઠકમાં દેશની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ઇન્ડિયન ઓઇલના પ્રમુખ સંજીવ સિંહ પણ હાજર હતા. બેઠકમાં ચીની તેલ કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. 

— Donald J. Trump (@realDonaldTrump) April 20, 2018

અમેરિકા પાસેથી પણ તેલ ખરીદાશે
ભારત સહિત દક્ષિણ એશિયાના દેશો ઓપેક પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે પરંતુ હાલના સંજોગો જોતાં ભારતે ચીન ઉપરાંત અમેરિકા પાસેથી પણ ક્રૂડ ઓઇલ ખરીદવાનું મન બનાવ્યું છે. અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત કરી શકાય એમ છે. ભારત અને ચીનની 2017માં વૈશ્વિક તેલ ખપતમાં 17 ટકાનું યોગદાન છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે વૈશ્વિક માંગમાં પાંચ વર્ષમાં સારો વધારો થયો છે.

— Dharmendra Pradhan (@dpradhanbjp) June 14, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news