નવા વર્ષના બીજા દિવસે જનતાને 440 વોટનો ઝટકો! પેટ્રોલ-ડીઝલ મોંઘું, જાણો તમારા શહેરમાં શું ભાવ?

Petrol Price News Today Latest: ગોવા, હિમાચલ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે,  આ દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે.
 

નવા વર્ષના બીજા દિવસે જનતાને 440 વોટનો ઝટકો! પેટ્રોલ-ડીઝલ મોંઘું, જાણો તમારા શહેરમાં શું ભાવ?

Petrol Price News Today Latest: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે 2જી જાન્યુઆરી માટે પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કર્યા છે. જો તમે પણ નવા વર્ષની રજાઓ પછી આજે ઘરની બહાર જવાના છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. દેશના ચાર મહાનગરો દિલ્હી-મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં આજે પણ તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ, ગોવા, હિમાચલ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર સહિતના કેટલાક રાજ્યોમાં ઇંધણના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો છે.

ગુજરાતમાં આજે પેટ્રોલની કિંમત (Gujarat Petrol Price Today)
ગુજરાતમાં પેટ્રોલ એવરેજ કિંમત 95.04 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યા છે. ગુજરાતમાં કાલે 01-01-2025નો રોજ પેટ્રોલની કિંમત આટલી જ હતી. એટલે કે ગઈકાલથી અત્યાર સુધી ગુજરાતમાં પેટ્રોલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસોમાં પેટ્રોલના ભાવ
ગુજરાતમાં આજે પેટ્રોલની એવરેજ કિંમત 95.04 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ગયા વર્ષના છેલ્લા મહિનાની છેલ્લી તારીખે ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.07 રૂપિયા પ્રતિ લીટર હતી, જેની તુલનામાં ભાવ અત્યારે 0.03 ટકા ઘટ્યા છે. છેલ્લા 10 દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.04 રૂપિયા પ્રતિ લીટર રહી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
ગોવા, હિમાચલ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો છે. નવા વર્ષના બીજા દિવસે કાચા તેલના ભાવમાં થોડો વધારો થયો છે. આ દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે.

જાણો કેટલો છે તફાવત 
સરકારી ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર યુપીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પેટ્રોલ 14 પૈસા સસ્તું 94.69 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ડીઝલ પણ 20 પૈસા ઘટીને 87.61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે પેટ્રોલનો ભાવ 15 પૈસા ઘટીને 94.50 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 87.61 રૂપિયા પ્રતિ લીટર થયો છે. હરિયાણાની રાજધાની ગુરુગ્રામમાં પેટ્રોલ 14 પૈસા ઘટીને 95.11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 13 પૈસા ઘટીને 87.97 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.

આ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ 96.65 રૂપિયા અને ડીઝલ 89.82 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news