Petrol Diesel Price Today: આજે પણ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરના રેટ

પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Priceના ભાવમાં આજે 20 નવેમ્બર બાદ 12માં દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 17-20 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 21  પૈસાથી લઈને 24 પૈસાનો વધારો જોવા મળ્યો છે.

Petrol Diesel Price Today: આજે પણ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરના રેટ

નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Priceના ભાવમાં આજે 20 નવેમ્બર બાદ 12માં દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 17-20 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 21  પૈસાથી લઈને 24 પૈસાનો વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં આજે 20 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ગઈ કાલે 82.66 પૈસા પ્રતિ લીટર હતો જે આજે વધીને 82.86 રૂપિયા પ્રતિ લીટર થયો છે. 

એ જ રીતે મુંબઈમાં પેટ્રોલના ભાવ 19 પૈસા વધ્યા છે. કિંમત 89.33થી વધીને 89.52 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. કોલકાતામાં પેટ્રોલ 84.18 રૂપિયા પ્રતિ લીટરથી વધીને આજે 84.37 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ચેન્નાઈમાં આજે પેટ્રોલ 85.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે ગઈ કાલે ભાવ 85.59 રૂપિયા પ્રતિ લીટર હતો. 

4 મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

શહેર               કાલ                 આજ
દિલ્હી              82.66              82.86
મુંબઈ              89.33              89.52
કોલકાતા          84.18             84.37   
ચેન્નાઈ             85.59              85.76 

એ જ રીતે ડીઝલના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ ગઈ કાલે 72.84 રૂપિયા પ્રતિ લીટર હતો જે આજે વધીને 73.07 રૂપિયા પ્રતિ લીટર થયો છે. મુંબઈમાં ડીઝલ 79.66 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. જ્યારે ગઈ કાલે ભાવ 79.42 રૂપિયા પ્રતિ લીટર હતું. 

4 મેટ્રો શહેરોમાં ડીઝલના ભાવ

શહેર            કાલ             આજ         
દિલ્હી          72.84           73.07
મુંબઈ          79.42           79.66 
કોલકાતા     76.41            76.64
ચેન્નાઈ         78.24            78.45  

તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો
પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે SMS દ્વારા  પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલ પર RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરના અલગ અલગ કોડ છે. જે તમને IOCની વેબસાઈટ પર મળી જશે. 

રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો
રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન, અને અન્ય ચીજો જોડાયા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news