Petrol Diesel Price Today: જાણો કેટલી છે તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત

Petrol Price 13 December 2020 Update: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 6 દિવસ સુધી વધારો નોંધાયો હતો. આજે તેલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી

Petrol Diesel Price Today: જાણો કેટલી છે તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત

નવી દિલ્હી: Petrol Price 13 December 2020 Update: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 6 દિવસ સુધી વધારો નોંધાયો હતો. આજે તેલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, 20 નવેમ્બરથી લઇને અત્યાર સુધીમાં તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ 17 વખત વધાર્યા છે.

આજે છઠ્ઠા દિવસે પણ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 81.09 પ્રતિ લિટર છે. દિલ્હીમાં 83.71 રૂપિયા લિટર, મુંબઇમાં 90.34 રૂપિયા લિટર, કોલકાતામાં પેટ્રોલના ભાવ 85.19 રૂપિયા અને ચેન્નાઈમાં 86.51 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ છે.

5 મેટ્રો શહેરમાં પેટ્રોલની કિંમત

શહેર આજનો ભાવ
અમદાવાદ 81.09
દિલ્હી 83.71
મુંબઇ 90.34
કોલકાતા 85.19
ચેન્નાઈ 86.51

આ પ્રકારે ડીઝલના ભાવ પણ યથાવત છે. અમદાવાદમાં ડીઝલની કિંમત 79.53 પ્રતિ લિટર છે. દિલ્હીમાં 73.87 રૂપિયા લિટર, મુંબઇમાં 80.51 રૂપિયા લિટર, કોલકાતામાં ડીઝલના ભાવ 77.44 રૂપિયા અને ચેન્નાઈમાં 79.21 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ છે.

5 મેટ્રો શહેરમાં ડીઝલની કિંમત

શહેર આજનો ભાવ
અમદાવાદ 79.53
દિલ્હી 73.87
મુંબઇ 80.51
કોલકાતા 77.44
ચેન્નાઈ 79.21

આ રીતે જાણી શકો છો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત 
પેટ્રોલ અને ડીઝલની કિંમત તમે એસએમએસ દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ IOC તમને સુવિધા આપે છે કે, તમે તમારા મોબાઇલમાં RSP અને તમારો સિટી કોડ લખી 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઇલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના રેટ આવશે. દરેક શહેરનો કોડ અલગ હોય છે, જે આઈઓસી તમને તેની વેબસાઇટ પર આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news