Petrol-Diesel Price Today:ક્રૂડ ઓઇલ સસ્તું થયું પણ કેમ ઘટ્યા નહી પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો લેટેસ્ટ અપડેટ

Fuel Rate Today 10 September 2022: અત્યારે દેશમાં સૌથી મોંઘું ઇંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે. આ પહેલાં મહારાષ્ટ્રના પરભણીમાં સૌથી મોંઘું પેટ્રોલ મળતું હતું. શ્રીનગરની તુલનામાં પોર્ટબ્લેયરમાં પેટ્રોલ 29.39 રૂપિયા સસ્તું છે, તો બીજી તરફ ડીઝલ પણ 18.50 રૂપિયા સસ્તું છે.

Petrol-Diesel Price Today:ક્રૂડ ઓઇલ સસ્તું થયું પણ કેમ ઘટ્યા નહી પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો લેટેસ્ટ અપડેટ

Fuel Rate Today 10 September 2022: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ બાદ પણ વાહન ઇંધણ  (Fuel Price) ના ભાવ સ્થિર છે. ક્રૂડ ઓઇલ સસ્તું થયું હોવાછતાં પણ ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી. લાંબા સમયથી ક્રૂડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલ નીચે હોવાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઇ શકે છે. આ બધાની વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri) કહ્યું કે ઓઇલ કંપનીઓને પોતાના નુકસાનની ભરપાઇ માટે હજુ વધુ સમય જોઇએ. 

એવામાં માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભવમાં અત્યારે ઘટાડો આવશે નહી. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ હજુ સ્થિર રહી શકે છે. 

ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના લેટેસ્ટ ભાવ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 10 સપ્ટેમ્બર 2022 ના રોજ એક લીટર પેટ્રોલની કિંઅત 96.72 રૂપિયા જ્યાએ એક લીટર ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પર જ સ્થિર છે. મુંબઇમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. 

અત્યારે દેશમાં સૌથી મોંઘું ઇંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે. આ પહેલાં મહારાષ્ટ્રના પરભણીમાં સૌથી મોંઘું પેટ્રોલ મળતું હતું. શ્રીનગરની તુલનામાં પોર્ટબ્લેયરમાં પેટ્રોલ 29.39 રૂપિયા સસ્તું છે, તો બીજી તરફ ડીઝલ પણ 18.50 રૂપિયા સસ્તું છે. તમને જણાવી દઇએ કે બ્લેયરમાં 84.10  રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટર છે. 

તમને જણાવી દઇકે આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રેટ ક્રૂડ 88.83 રૂપિયા પર આવી ગયું છે. તો બીજે તર યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડ ઓઇલની કિંમત પણ 83.15 ડોલર પ્રતિ બેરલ રહી. જ્યારે મહારાષ્ટ્ર અને મેઘાલયને છોડીને રાજસ્થાન, ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત રાજ્યોમાં સતત ઘણા દિવસથી કોઇ ફેરફાર થયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news