ગોઝારો શનિવાર: ગુજરાતના પરિવારને રાજસ્થાનમાં ભરખી ગયો કાળ, અકસ્માતમાં 4 જીવન હોમાયા

બનાસકાંઠાના ધાનેરાના મહેશ્વરી પરિવારને રાજસ્થાનના બાડમેર નજીક ગુડા માલાની પાસે અકસ્માત નડ્યો છે. ધાનેરાનો મહેશ્વરી પરિવાર રાજસ્થાનના ભટીયાણી માતાજીના દર્શન કરી ગાડીમાં ધાનેરા પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી

ગોઝારો શનિવાર: ગુજરાતના પરિવારને રાજસ્થાનમાં ભરખી ગયો કાળ, અકસ્માતમાં 4 જીવન હોમાયા

અલ્કેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠાના ધાનેરાના એક પરિવારને રાજસ્થાનના બાડમેર નજીક અકસ્માત નડ્યો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માતમાં 8 વર્ષના બાળકની હાલત ગંભીર જણાતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના ધાનેરાના મહેશ્વરી પરિવારને રાજસ્થાનના બાડમેર નજીક ગુડા માલાની પાસે અકસ્માત નડ્યો છે. ધાનેરાનો મહેશ્વરી પરિવાર રાજસ્થાનના ભટીયાણી માતાજીના દર્શન કરી ગાડીમાં ધાનેરા પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. મહેશ્વરી પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના 4 લોકોના મોત થયા છે. જ્યારે એક 8 વર્ષની બાળકી ઇજાગ્રસ્ત થઈ છે.

રાજસ્થાન બાડમેર નજીક ગુડા માલાની પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલા સહિત 3 લોકોના ઘટના સ્થળ પર મોત થયા છે. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો બીજી તરફ અકસ્માતમાં ઘાયલ થયેલા 8 વર્ષના બાળકની હાલત ગંભીર જણતા હાલ તેની સાંચોર સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, એક જ પરિવારની 3 મહિલા અને 1 વ્યક્તિનું અકસ્માતમાં મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છાવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news