Life Certificate Deadline: 28 ફેબ્રુઆરી પહેલા કોઈપણ સંજોગોમાં આ કામ પૂર્ણ કરી લો! નહીંતર તમારા પૈસા ડૂબી જશે

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે લાઇફ સર્ટિફિકેટ એટલે કે પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની છેલ્લી તારીખ વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી છે, જ્યારે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની અંતિમ તારીખ દર વર્ષે 30 નવેમ્બર હોય છે.

Life Certificate Deadline: 28 ફેબ્રુઆરી પહેલા કોઈપણ સંજોગોમાં આ કામ પૂર્ણ કરી લો! નહીંતર તમારા પૈસા ડૂબી જશે

Life Certificate Deadline: પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નક્કી કરેલી ડેડલાઈન અનુસાર તમામ પેન્શનરોએ આ વર્ષે 28 ફેબ્રુઆરી સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર (Jeevan Pramaan Patra) સબમિટ કરવું ફરજિયાત છે. જો પેન્શનધારકો આવું નહીં કરે તો તેમનું પેન્શન બંધ થઈ જશે. જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યા પછી પેન્શન ચાલુ રાખી શકાય છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે લાઇફ સર્ટિફિકેટ એટલે કે પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની છેલ્લી તારીખ વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી છે, જ્યારે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની અંતિમ તારીખ દર વર્ષે 30 નવેમ્બર હોય છે. પરંતુ કોરોના સમયગાળાને ધ્યાનમાં રાખીને આ સમયમર્યાદા વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરવામાં આવી હતી. આવો જાણીએ તમે કેવી રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

પોર્ટલ પર કરી શકો છો સબમિટ 
તમે જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. તેના માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે. આ ઉપરાંત, UDAI દ્વારા માન્ય કરાયેલું ફિંગરપ્રિન્ટ ઉપકરણ હોવું જોઈએ. ત્યારબાદ, તમે સ્માર્ટફોન દ્વારા ઈમેલ આઈડી અને એપમાં દર્શાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

ઓનલાઈન પણ આપી શકાય છે પ્રમાણપત્ર 
રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી પેન્શન મેળવતા લોકો 31 ડિસેમ્બર સુધી બેંકની શાખાઓમાં જઈને અથવા ડિજિટલ રીતે ઓનલાઈન સિસ્ટમ દ્વારા આ પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તેમણે કહ્યું કે પેન્શનનું વિતરણ કરતી બેંકોને તેમની શાખાઓમાં ભીડને ટાળવા અને સામાજિક અંતરનું પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ રીતે સબમિટ કરી શકાય છે જીવન પ્રમાણપત્ર 
પેન્શનરો ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) હેઠળ 12 જાહેર ક્ષેત્રની બેંકોની ડોરસ્ટેપ બેંકિંગ સેવાનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. આ બેંકોમાં ભારતીય બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB), બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા જનરેટ કરી શકાય છે પ્રમાણપત્ર
તમે કેન્દ્ર સરકારના જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જનરેટ કરી શકો છો. જીવન પ્રમાણ વેબસાઇટ https://jeevanpramaan.gov.in/ પર જઈને આધાર બેસ્ડ ઓથેન્ટિકેશન મારફતે ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ કરી શકાય છે. તમે સરકારી બેંકો અથવા પોસ્ટ ઓફિસની ડોરસ્ટેપ બેંકિંગ સેવા દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર બુક કરી શકો છો. પોસ્ટમેન કે એજન્ટના ઘરે આવતા પહેલા આધાર નંબર, મોબાઈલ નંબર, પેન્શન નંબર, પેન્શન એકાઉન્ટ જેવી વિગતો તૈયાર રાખવાની રહેશે.

લોકોને દર વર્ષે આપવું પડે છે પ્રમાણપત્ર 
તમને જણાવી દઈએ કે પેન્શનધારકોએ દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં તેમની બેંક શાખામાં જઈને પેન્શનર્સનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે. આ પ્રમાણપત્ર એટલા માટે સબમિટ કરાવવામાં આવે છે કે તેમના મૃત્યુ પછી પરિવારના બાકીના સભ્યોને અયોગ્ય રીતે પેન્શન મળતું ન રહે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news