Parle સતત 10 વર્ષથી મેળવી રહ્યું છે આ ઉપલબ્ધિ, અમૂલ-બ્રિટાનિયાને પણ પછાડ્યા
પારલે-જી બિસ્કિટના ટેસ્ટનો જાદુ આજે પણ લોકોને દાઢે ચોંટેલો છે. એટલે જ આ ઘરેલુ બિસ્કિટ બ્રાન્ડ લાંબા સમયથી લોકોની પહેલી પસંદ બનેલી છે.
Trending Photos
પારલે-જી બિસ્કિટના ટેસ્ટનો જાદુ આજે પણ લોકોને દાઢે ચોંટેલો છે. એટલે જ આ ઘરેલુ બિસ્કિટ બ્રાન્ડ લાંબા સમયથી લોકોની પહેલી પસંદ બનેલી છે. કાંતાર ઈન્ડિયાની વાર્ષિક બ્રાન્ડ ફૂટપ્રિન્ટ (Kantar India Annual Brand Footprint Report) રિપોર્ટ મુજબ બિસ્કિટ બ્રાન્ડ પારલે 2021 માં ભારતમાં ઝડપથી વધતા કન્ઝ્યૂમર પ્રોડક્ટમાં સૌથી વધુ પસંદગી પામેલી બ્રાન્ડ બની. સતત 10 વર્ષથી પારલે આ મામલે ટોપ પર છે.
10 વર્ષથી નંબર વન પારલે
કાંતાર ઈન્ડિયાએ પોતાના રિપોર્ટમાં CRP (કન્ઝ્યૂમર રીચ પોઈન્ટ) ના આધારે 2021માં સૌથી વધુ પસંદગી પામેલા FMCG બ્રાન્ડને સામેલ કર્યા છે. કન્ઝ્યૂમર રીચ પોઈન્ટને ગ્રાહકો તરફથી કરાયેલી ખરીદી અને એક કેલેન્ડર વર્ષમાં આ ખરીદીની ફ્રિક્વન્સીના આધારે માપવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી કાંતાર બ્રાન્ડની ફૂટપ્રિન્ટ રેકિંગ બહાર પાડી રહ્યું છે.
પારલે બિસ્કિટ બાદ આ લિસ્ટમાં અમૂલ, બ્રિટાનિયા, ક્લિનિક પ્લસ, અને ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ બ્રાન્ડ સામેલ છે. પારલે 6531 (મિલિયન) ના કન્ઝ્યૂમર રીચ પોઈન્ટના સ્કોર સાથે 10માં વર્ષે પણ ટોપ પર કબજે છે.
પારલેના CRP માં વધારો
2020ની સરખામણીમાં 2021માં પારલેએ કન્ઝ્યૂમર રીચ પોઈન્ટમાં 14 ટકાનો વધારો મેળવ્યો છે. આ દરમિયાન અમૂલનો CRP 9 ટકા વધ્યો છે. જ્યારે બ્રિટાનિયાના CRP માં 14 ટકાનો વધારો થયો છે. પેકેજ્ડ ફૂટ બ્રાન્ડ હલ્દીરામે CRP ક્લબમાં ટોપ-25માં એન્ટ્રી કરી છે અને તે હાલ 24માં નંબરે છે. કન્ઝ્યૂમર રીચ પોઈન્ટમાં વધારાના રિપોર્ટમાં બ્રાન્ડ્સની સંખ્યામાં સુધારો થયો છે. બ્રાન્ડ ફૂટપ્રિન્ટ 2022માં 400થી વધુ બ્રાન્ડ અને 98 બિલિયન CRP માપનારા ખાદ્ય, હોમકેર, સ્વાસ્થ્ય, બ્યૂટી અને ડેરી બ્રાન્ડ સામેલ છે.
વર્ષ 1929માં થઈ હતી શરૂઆત
પારલેની શરૂઆત વર્ષ 1929માં થઈ હતી. પારલેએ પહેલીવાર 1938માં પારલે-ગ્લુકો (પારલે ગ્લૂકોઝ) નામથી બિસ્કિટનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 1940-50ના દાયકામાં કંપનીએ ભારતના પહેલા નમકીન બિસ્કિટ 'મોનાકો' રજૂ કર્યા હતા. વર્ષ 1974માં પારલેએ સ્વીટ-નમકીનના ક્રેકજેક બિસ્કિટ બહાર પાડ્યા હતા. 1980 બાદ પારલે ગ્લૂકોઝ બિસ્કિટ નામને શોર્ટ કરીને પારલે-જી નામ આપવામાં આવ્યું. અહીં 'જી' નો અર્થ ગ્લૂકોઝ હતો. કંપનીએ વર્ષ 1983માં ચોકલેટ મેલોડી અને 1986માં ભારતના પહેલા મેંગો કેન્ડી મેંગો બાઈટને લોન્ચ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે