ઈમરાન ખાનના રાજમાં પાકિસ્તાન 'બરબાદ', રોકાણકારો રાતા પાણીએ રડ્યા, એક લાખ કરોડ ડૂબ્યા

ઈમરાન ખાન સત્તા પર આવ્યા બાદ ભારત સાથે પાકિસ્તાનના સંબંધો બહુ સારા નથી. તેની સીધી અસર પાકિસ્તાનના સ્ટો એક્સચેન્જ  KSE-100 પર જોવા મળી. પાકિસ્તાન પહેલા પૈસા પૈસા માટે મોહતાજ હતો. સ્ટોક એક્સચેન્જમાં ઘટાડાથી તેને બેવડો ફટકો પડ્યો.

ઈમરાન ખાનના રાજમાં પાકિસ્તાન 'બરબાદ', રોકાણકારો રાતા પાણીએ રડ્યા, એક લાખ કરોડ ડૂબ્યા

સર્જિકલ સ્ટ્રાઈક કહો કે પછી એર સ્ટ્રાઈક, આતંકવાદનો મુદ્દો હોય કે પછી કુલદીપ જાધવ પરની કાર્યવાહી, પાકિસ્તાને દરેક ક્ષેત્રે ભારત સામે પછડાટ ખાધી. સંબંધોમાં તણાવ વધતો ગયો. સરહદો ઉપર પણ તણાવ વધ્યો. આવામાં ભારતે કડક પગલાં ભર્યાં અને પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ પાછો ખેંચ્યો. વિશ્વમાં પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરાવવાની સફળ કોશિશ પણ કરાઈ. કારોબારી સંબંધોમાં ખટાશ આવી અને ધીરે ધીરે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ. આ બધુ એ એક વર્ષમાં જ થઈ ગયું જ્યારે પાકિસ્તાનની જનતાએ પોતાની નવા વજીર એ આઝમને ચૂંટી કાઢ્યાં. 

રોકાણ કારો ઊંધી પૂછડીએ ભાગ્યા
ઈમરાન ખાન સત્તા પર આવ્યા બાદ ભારત સાથે પાકિસ્તાનના સંબંધો બહુ સારા નથી. તેની સીધી અસર પાકિસ્તાનના સ્ટો એક્સચેન્જ  KSE-100 પર જોવા મળી. પાકિસ્તાન પહેલા પૈસા પૈસા માટે મોહતાજ હતો. સ્ટોક એક્સચેન્જમાં ઘટાડાથી તેને બેવડો ફટકો પડ્યો. રોકાણકારો દૂર ભાગવા લાગ્યાં. શેરબજાર પોતાના નીચલા સ્તરે પહોંચી ગયું. 

4 વર્ષના નીચલા સ્તરે બજાર
ભારત- પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે રોકાણકારોએ ખુબ વેચાવલી કરી. ગત કારોબારી સત્રમાં પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જના પ્રમુખ બેંચમાર્ક ઈન્ડેક્સ  KSE-100 ઘટાડા સાથે 4 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો. જ્યારે માર્ચ 2015માં  KSE-100  પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. પાકિસ્તાનના સમાટીવીના જણાવ્યાં મુજબ ઈમરાન ખાનના રાજમાં રોકાણકારોના એક લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા શેરબજારમાં ડૂબી ચૂક્યા છે. 

કેમ પડી રહ્યું છે શેર બજાર?
વર્લ્ડ બેંકના એક રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલના દિવસોમાં ખુબ સુસ્ત થઈ ગઈ છે. વર્ષ 2020 સુધી પાકિસ્તાનના જીડીપીમાં ફક્ત 2.7 ટકાનો ગ્રોથ હોવાનો અંદાજો છે. જ્યારે દેશમાં બેરોજગારી દર પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં કંગાળ થઈ રહેલા પાકિસ્તાનમાં કોઈ પણ રોકાણકાર પોતાના પૈસા રોકવા માંગતો નથી. પાકિસ્તાનના સ્ટોક બ્રોકર્સ કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ શેર બજારને વધુ નબળુ બનાવી રહ્યો છે. આથી છેલ્લા 4 સત્રમાં  KSE-100 ઈન્ડેક્સ 5 ટકા તૂટ્યો છે. આગળ હજુ વધુ ઘટાડાની આશંકા છે. 

ઈમરાન ખાનના રાજમાં તબાહ થયું શેર બજાર
પાકિસ્તાનના વડાપ્રધાન નવા પાકિસ્તાનના નારા આપીને વડાપ્રધાન બન્યાં. પરંતુ છેલ્લું એક વર્ષ તેમના માટે ખુબ જ ખરાબ રહ્યું. ઈમરાનના રાજમાં દેશમાં મોંઘવારી 11 ટકા થઈ ગઈ. જ્યારે દેશનો વિદેશી મુદ્રા ભંડાર સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયો. ગત એક વર્ષ દરમિયાન પાકિસ્તાનના શેર બજારની માર્કેટ વેલ્યુ એક લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા ઘટી છે. એક વર્ષમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ  KSE-100  પણ 12596 અંક પડ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news