IPO Listing: ગુજરાતની આ મોટી કંપનીએ ઈન્વેસ્ટરોને કર્યા નિરાશ, પ્રથમ દિવસે કરાવ્યું નુકસાન
Gopal Snacks IPO: કંપનીના આઈપીઓ પર ઈન્વેસ્ટરોએ ખુબ પૈસા લગાવ્યા હતા, 11 માર્ચે આ આઈપીઓ 10 ગણો ભરાઈને બંધ થયો હતો. પરંતુ કંપનીના શેર 12 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Gopal Snacks IPO Listing: ઈન્વેસ્ટરોના સારા પ્રતિસાદ છતાં ગુજરાતની દિગ્ગજ નમકીન કંપની ગોપાલ સ્નેક્સના આઈપીઓની આજે નબળી શરૂઆત થઈ હતી. કંપનીનો શેર 12 ટકાથી વધુના ડિસ્કાઉન્ટ સાથે બજાર પર લિસ્ટ થયો હતો. બીએસઈ પર આઈપીઓ 350 રૂપિયા અને એનએસઈ પર 351 રૂપિયા પર એન્ટ્રી થઈ હતી. એટલે કે ઈન્વેસ્ટરોને 12.71 ટકા જેટલું નુકસાન થયું હતું.
362.70 રૂપિયા પર બંધ થયો શેર
લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી. ગોપાલ સ્નેક્સનો શેર ગુરૂવારે કારોબાર દરમિયાન 384 રૂપિયા સુધી પહોંચ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરી શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. દિવસનો કારોબાર બંધ થયો ત્યારે ગોપાલ સ્નેક્સનો શેર 362.70 રૂપિયા પર બંધ થયો હતો. નોંધનીય છે કે ગોપાલ સ્નેક્સના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 381-401 રૂપિયા હતી.
Gopal Snacks IPO નું સબ્સક્રિપ્શન સ્ટેટસ
નમકીન કંપનીના 650 કરોડ રૂપિયાના આઈપીઓથી ઈન્વેસ્ટરોને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ઈશ્યૂ ઓવરઓલ 9.50 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તેમાં આમાં, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે અનામત ભાગ 18.42 ગણો હતો, બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટેનો ભાગ 10.00 ગણો હતો અને છૂટક રોકાણકારો માટેનો ભાગ 4.22 ગણો ભરાયો હતો.
ક્યારે ઓપન થયો હતો આઈપીઓ?
Gopal Snacks નો આઈપીઓ 6 માર્ચે ઓપન થયો હતો અને 11 માર્ચે બંધ થયો હતો.
આઈપીઓની પ્રાઇઝ બેન્ડ?
ગોપાલ સ્નેક્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 381થી 401 રૂપિાય વચ્ચે નક્કી કરવામાં આવી હતી.
કોણ છે કંપનીના પ્રમોટર?
કંપનીના પ્રમોટર ગોપાલ એગ્રીપ્રોડક્ટ્સ, દક્ષાબેન બિપિનભાઈ હડવાણી અને બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હડવાણી છે.
શું કરે છે કંપની?
ગોપાલ બ્રાન્ડ હેઠળ કંપની અલગ-અલગ પ્રકારના ઉત્પાદન વેચે છે. તેમાં નમકીન, મસાલા, પાપડ, બેસન, નૂડલ્સ, રસ્ક અને સોનપાપડી વેચે છે. કંપની પાસે નમકીનમાં અનેક વસ્તુઓ છે. જેમાં ગાંઠિયા, સેવ મમરા સહિત અન્ય નાસ્તાના પેકેટો સામેલ છે. ગુજરાતમાં ગોપાલ સ્નેક્સનું ખુબ મોટુ નામ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે