પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર; આ તારીખથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ, વિસ્તૃત નોટિફિકેશન જાહેર
Gujarat Police Recruitment: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ માટે વિસ્તૃત વિગત સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી ૪ એપ્રિલ થી ૩૦ એપ્રિલ દરમિયાન પોલીસ ભરતી ને લઈ અરજી કરી શકાશે.
Trending Photos
Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે. ત્યારે રાજ્ય સરકારે 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ માટે નોટિફિકેશન બાદ હવે અરજીઓ મંગાવવા માટેની તારીખ જાહેર કરી દીધી છે. આગામી 4 એપ્રિલ થી 30 એપ્રિલ દરમિયાન પોલીસ ભરતીને લઈ અરજી કરી શકાશે. પોલીસ ભરતીને લઈ વિસ્તૃત વિગત સાથે નોટિફિકેશન જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદે હસમુખ પટેલ તો સભ્ય પી વી રાઠોડ રહેશે.
12 હજાર પોલીસની ભરતી થશે
ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે.
ઓનલાઇન અરજીઓ મંગાવવામાં માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ છે.
30 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે
પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
શું હોઈ શકે છે પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર
સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (૧) શારીરિક કસોટી, (૨) પ્રિલીમ પરીક્ષા તથા (૩) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (૧) શારીરિક કસોટી અને (૨) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે. પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ.
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની Main Examination માં ભાગ લઈ શકશે.
પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની પ્રિલીમ પરીક્ષા(MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-૧(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-૪ (લીગલ મેટર્સ) દરેકના ૧૦૦ ગુણ એમ કુલ-૪૦૦ ગુણની MCQ Test હતી.
હવે કુલ-૩૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-૧(GENERAL STUDIES(MCQ)) 0૩ કલાકનું અને ૨૦૦ ગુણનું રહેશે તથા પેપર-૨(GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને ૧૦૦ ગુણનું રહેશે.
પેપર-૧ Part-A(૧૦૦ ગુણ) અને Part-B(૧૦૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.
પેપર-૨ પણ Part-A(૭૦ ગુણ) અને Part-B(૩૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને આ પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.
પેપર-૧ના દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામાં આવશે.
જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહીબીશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે