ચાલી રહ્યું છે ઓનલાઇન V/S ઓફલાઇન યુદ્ધ: આજથી હોટલોનું ઓનલાઇન બુકિંગ થઇ જશે બંધ

આજથી અમદાવાદની હોટલોમાં Makemytrip.com  અને goibibo.com દ્વારા ઓનલાઇન બુકિંગ નહી થાય.

ચાલી રહ્યું છે ઓનલાઇન V/S ઓફલાઇન યુદ્ધ: આજથી હોટલોનું ઓનલાઇન બુકિંગ થઇ જશે બંધ

કેતન જોશી, અમદાવાદ: આજથી અમદાવાદની હોટલોમાં Makemytrip.com  અને goibibo.com દ્વારા ઓનલાઇન બુકિંગ નહી થાય. હોટલ એસોસિએશનનો દાવો છે કે ઓનલાઇન કંપની બજળજબરીપૂર્વક ભારે ભરખમ ડિસ્કાઉંટ વસૂલે છે જેમાં ઘણીવાર હોટલને નુકસાન પણ થાય છે. બીજી તરફ ઇલેટક્ટ્રોનિક્સ આઇટમ્સ વેચી રહેલા ઓફ લાઇન એસોસિએશને તે બધી કંપની પાસેથી સામાન ખરીદવાનું બંધ કરી દીધું છે જે ઓનલાઇન પોર્ટલ પર ડિસ્કાઉંટ આપે છે.  

અમદાવાદની ફાઇવ સ્ટારથી માંડીને થ્રી સ્ટાર હોટલમાં તમે જશો તો તમને રિસેપ્શન અથવા હોટલની ઉપર MAKEMYTRIP - GOIBIBO - OYOના બોર્ડ જોવા મળી જશે. આ ઓનલાઇન બુકિંગ પોર્ટલ છે. તમે પોર્ટલ પર જશો તો ઓછામાં ઓછા 10% થી માંડીને 40% ટકા સુધીનું ડિસ્કાઉંટ મળશે. હવે આ ભારે ભરખમ ડિસ્કાઉંટનો વિરોધ અમદાવાદના હોટલ સંચાલકો કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં નાની મોટી 1500 હોટલ છે અને 12000થી વધુ રૂમ છે. કુલ હોટલ રૂમમાંથી 60% એવરેજ ફૂલ રહે છે અને તેમાં ઓનલાઇન પોર્ટલના માધ્યમથી 45 થી 50% બુકિંગ હોય છે. સતત ઓનલાઇન બુકિંગ વધતું જાય છે. 

ગ્રાહકો કેમ કરાવે છે ઓનાલાઇન બુકિંગ?
- હોટલના મૂળ ભાવ કરતાં 10 થી 40 ટકા સસ્તા ભાડે રૂમ મળે છે. 
- કોમ્પ્લિમેંટ્રી નાસ્તો પણ મળે છે
- ઓનલાઇનથી ઘણીવાર હોટલમાં પિકઅપ અને ડ્રોપ્સની સુવિધા પુરી પાડવામાં આવે છે.
- ઓનલાઇન દ્વારા 24*7 બુકિંગ તે પણ રૂમનો ઓરિજનલ ફોટો બતાવીને, ઓફલાઇનમાં જે સુવિધા મળી શકતી નથી.

makemytrip-reuters

આ કારણોના લીધે બુકિંગ વધી જાય છે. જોકે હોટલ સંચાલકોનું કહેવું છે કે ઓનલાઇન પોર્ટલ ઇચ્છાપ્રમાણે હોટલ પાસેથી ડિસ્કાઉંટ વસૂલે છે. જેથી હોટલ ચલાવવી મુશ્કેલ બની જાય છે. તેથી આજથી Makemytrip.com અને goibibo.com નું ઓનલાઇન બુકિંગ બંધ કરીશું અને આગામી અઠવાડિયાથી OYO નું બુકિંગ પણ બંધ રીશું. જેમણે બુકિંગ કરાવી લીધું છે તેમને કેંસલેશનની ઇમેજ દેખાડતાં રૂમ મળી જશે. 

બીજી તરફ આજથી જ ફેડરેશન ઓફ ઇનફોર્મેશન ટેક્નોલોજી એસોસિએશન ઓફ ગુજરાત એટલે કે FITAG એ પણ ડેલ, એચપી, લિનોવો, એસર જેવી કંપનીઓ પાસેથી ત્યાં સુધી માલ લેવાનું બંધ કરી દેશે જ્યાં સુધી તેને આશ્વાસન નહી આપવામાં આવે કે જે ઓનલાઇન કિંમત છે તે જ કિંમત ઓફલાઇન આપવામાં આવે. જે કંપની લેખિત આપશે તેની સાથે ઓફલાઇન બિઝનેસ કરશે. જોકે ગ્રાહક તો કહે છે કે અમે તો તેની પાસેથી જ માલ ખરીદશું જે અમને સસ્તો આપે છે. 

ગુજરાતમાં લેપટોપ, ડેસ્કટોપનો વર્ષો જૂનો બિઝનેસ 3000 કરોડનો છે જેમાં 30%થી વધુ ઓનલાઇન થઇ રહ્યો છે અને તેમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જોકે તેનો અર્થ એ છે કે જ્યાં સુધી ઓનલાઇન પોર્ટલ આવ્યા ન હતા ત્યાં સુધી હોટલોવાળા અથવા તો ઓફલાઇન પ્લેયર ગ્રાહકોને કોઇ ડિસ્કાઉંટ આપતા ન હતા અને ભારે ભરખમ નફો વસૂલતા હતા. આખરે ગ્રાહકો પાસેથી એકહદેથી વધુ પૈસા વસૂલવા એ પણ છેતરપિંડી છે. હવે જોવાનું એ છે કે ઓફલાઇનવાળા પોતાની વાતો પર કેટલા ટકી રહે છે, કારણ કે જમાનો તો ઓનલાઇનનો છે. જો વધુ ફાયદો આપશે ગ્રાહક તે દિશામાં જ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news