સતત 10મા દિવસે સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, નવો ભાવ જાણીને ખુશીથી ઉછળી પડશો
તેલ કંપનીઓએ શનિવારે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. જ્યારે કે, કોલકાત્તામાં પેટ્રોલ 33 પૈસા અને ચેન્નાઈમાં 36 પૈસા સસ્તુ થયું છે.
Trending Photos
નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારે સતત 10મા દિવસે ગ્રાહકોને રાહત મળી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે. ગત એક મહિનામાં જ દિલ્હીમાં પેટ્રોલ 6.54 રૂપિયા અને ડીઝલ 6.43 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં શુક્રવારે ફરી કાચા તેલના ભાવમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલમાં જે ભાવ રહ્યો છે, તે 8 મહિનામાં અત્યાર સુધીનુ સૌથી નીચું સ્તર છે.
પેટ્રોલના ભાવમાં 34 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો
તેલ કંપનીઓએ શનિવારે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. જ્યારે કે, કોલકાત્તામાં પેટ્રોલ 33 પૈસા અને ચેન્નાઈમાં 36 પૈસા સસ્તુ થયું છે. ડીઝલના ભાવમાં દિલ્હીમાં 37 પૈસા, કોલકાત્તામાં 49 પૈસા, મુંબઈમાં 39 પૈસા અને ચેન્નાઈમાં 40 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં શનિવારે પેટ્રોલના ભાવ ક્રમશ 72.53 રૂપિયા, 74.55 રૂપિયા અને 75.26 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ક્રમશ 67.35 રૂપિયા, 69.08 રૂપિયા, 70.50 રૂપિયા અને 71.12 રૂપિયા પ્રતિ લીટર નોંધાયું છે.
27 માર્ચ બાદ સૌથી સસ્તો રેટ
આ પહેલા 27 માર્ચ, 2018ના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.90 રૂપિયા પ્રતિ લીટર હતું. તો 27 માર્ચના રોજ કોલકાત્તામાં પેટ્રોલ 75.63 રૂપિયા પ્રતિ લીટર વેચાયું હતું. આ રીતે જ ડીઝલનો ભાવ આ સ્તર પર ચાર મહિના બાદ આવ્યો છે. 30 જુલાી, 2018ના રોજ દિલ્હીમાં ડીઝલ 67.75 રૂપિયા પ્રતિ લીટર વેચાયું હતું. જોકે, ચાર મહિના બાદ શુક્રવારે 30 નવેમ્બરના રોજ 67.72 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, આજે રાંધણ ગેસના વધતા ભાવમાં પણ લોકોને મોટી રાહત મળી છે. સબસીડીવાળા રસોઈ ગેસ સિલેન્ડરાં 6.52 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે કે, વગર સબસીડીવાળા એલીપીજી સિલેન્ડરનું માર્કેટ મૂલ્ય 133 રૂપિયા ઘટ્યું છે. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનએ કહ્યું કે, દિલ્હીમાં 14.2 કિલોના સબસીડીવાળા ગેસ સિલેન્ડરની કિંમત 507.42 રૂપિયા ઘટીની 500.900 રૂપિયા રહ્યો છે. નવી કિંમત શુક્રવાર મધ્યરાત્રિથી પ્રભાવી થઈ ગઈ છે. ગત છ મહિનાથી ગેસ સિલેન્ડરના ભાવ સતત વધી રહ્યા હતા. આ ઘટાડા પહેલા સિલેન્ડરના ભાવમાં 14.13 રૂપિયા સુધીનો વધારો થયો હતો. નવેમ્બરમાં સબસીડીવાળા એલપીજી સિલેન્ડરના ભાવમાં 2.94 રૂપિયાનો વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે