સાવ સસ્તી થઈ ગરીબોની કસ્તુરી ડુંગળી, ભાવ જાણીને લાગશે આંચકો

સાવ સસ્તી થઈ ગરીબોની કસ્તુરી ડુંગળી, ભાવ જાણીને લાગશે આંચકો

આ વર્ષે ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે. જેને કારણે તેની કિંમત ઘટીને સીધી 900 રૂપિયા ક્વિંટલ સુધી પહોંચી ગઈ છે. ગત વર્ષે જે ડુંગળી 1900 રૂપિયા પ્રતિ ક્વિંટલના ભાવે વેચાઈ હતી, તે જ હવે મહારાષ્ટ્રના માર્કેટમાં 500-800 રૂપિયા ક્વિંટલના ભાવે વેચાઈ રહી છે. અમારી વેબસાઈટ ઝી બિઝની માહિતી અનુસાર, ડુંગળીના કિંમતોમાં એટલો ઘટાડો નોંધાયો છે કે, તેનાથી ખેડૂતોના માથે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. પરંતુ બીજી તરફ નાગરિકો માટે આ સમાચાર ફાયદાકારક છે. એક તરફ, ખેડૂતો વધુ ઉત્પાદનને કારણે ડુંગળી સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ માર્કેટમાં તેને સ્ટોર કરવા માટે જગ્યા નથી. માર્કેટમાં ડુંગળીની આવક સતત વધી રહી છે. કર્ણાટક અને તમિલનાડુથી આ મહિનાના અંતે ડુંગળીની વધુ આવક થવાની શરૂ થઈ જશે. તો રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ડુંગળીની આવક વધુ નોંધાઈ છે. તેથી શક્ય છે કે, હવે પછીનું આખુ વર્ષ ડુંગળીના ભાવ ઘટેલા રહેશે. 

ગત વર્ષે 90 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
અમદાવાદના ખેડૂતોએ જણાવ્યું કે, ગત વર્ષે તો એક ક્વિંટલ ડુંગળીનો ભાવ 1800થી 1900 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યો હતો, પરંતુ આ વખતે 800થી 900 રૂપિયાએ પહોંચી ગયો છે. ગત વર્ષે માર્કેટમાં ડુંગળી 50થી 90 રૂપિયા કિલો વેચાઈ હતી. પરંતુ હવે 5 થી 10 રૂપિયા સુધીના ભાવમાં ડુંગળી વેચાઈ રહી છે. 

ઉલ્લેખનીય છે કે, ડુંગળી ગરીબો માટે કસ્તૂરી કહેવાય છે. ભારતમાં ભાગ્યેજ કોઈ પરિવાર એવો હશે, જ્યાં ડુંગળી ખવાતી ન હતી. જેને કારણે માર્કેટમાં ડુંગળીની ખપત પણ વધુ છે. આ જ કારણ છે કે, ઓછું ઉત્પાદન થાય ત્યારે ડુંગળીના ભાવ આસમાને પહોંચી જાય છે. દર વર્ષે દેશમાં અંદાજે 2500 ટ્રક ડુંગળીનું વેચાણ થાય છે. ઘણીવાર વેચાણનો આંકડો 3000 ટ્રક પણ પહોંચી જાય છે. 

કેમ સસ્તી થઈ ડુંગળી
ભારતના કોલ્ડ સ્ટોરેજમાં ડુંગળી મોટી માત્રામાં સ્ટોર થઈ છે. સાથે જ માર્કેટમાં નવી ડુંગળી પણ આવવા લાગી છે. આ જ કારણે ખેડૂતો સસ્તા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. બીજી તરફ, ડુંગળી એવી વસ્તુ છે કે તેને વધુ સમય સુધી સ્ટોર કરી શકાતુ નથી. મે મહિનાથી જ વધુ ડુંગળીની આવક નોંધાઈ છે. જોકે, એનસીઆમાં હવે ડુંગળીના ભાવ 20 રૂપિયાની આસપાસ બતાવે છે. 

ડુંગળીનું બમ્પર પ્રોડક્શન
આ વર્ષે ડુંગળીની આવક વધુ થઈ છે. ભોપાલ ખેતી ઉપડ મંડળમાંથી જ 25,000 ક્વિંટલ ડુંગળી આવવાની આશા છે. આ જ કારણે ખેડૂતો સારી ક્વોલિટીના ડુંગળીના સોદા માર્કેટની બહાર જ પતાવી રહ્યાં છે અને ખરાબ માલ માર્કેટમાં લાવી રહ્યાં છે. તેથી તેમને ઉપજનો ઓછો ભાવ મળી રહ્યો છે. ડુંગળીની આ જ પરિસ્થિતિ મધ્ય પ્રદેશના અન્ય માર્કેટમાં પણ છે. દેશમાં ડુંગળીનું સૌથી મોટા લાસલગાવ માર્કેટમાં ડુંગળીના ભાવમાં બમ્પર ઘટાડો નોંધાયો છે. આ માર્કેટ મહારાષ્ટ્રના નાશિકમાં આવેલું છે. લાસલગાંવમાં ડુંગળીનો ભાવ સીધો જ 500 રૂપિયા ક્વિંટલ પર પહોંચી ગયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news