ઠોકો તાલી: હવે માઇલેજની ચિંતા છોડો!!! ટૂંક સમયમાં 10 રૂપિયા સુધી સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ

Petrol price today: એપ્રિલ 2022 બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. પરંતુ ટૂંક સમયમાં આ આતુરતાનો અંત અવશે. સામાન્ય જનતાને જલદી જ રાહત મળી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 થી 10 સુધીનો ઘટાડો થઇ શકે છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટી રહી છે. 

ઠોકો તાલી: હવે માઇલેજની ચિંતા છોડો!!! ટૂંક સમયમાં 10 રૂપિયા સુધી સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ

petrol diesel price cut: એપ્રિલ 2022 બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. પરંતુ ટૂંક સમયમાં આ આતુરતાનો અંત અવશે. સામાન્ય જનતાને જલદી જ રાહત મળી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 થી 10 સુધીનો ઘટાડો થઇ શકે છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 75 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે, પરંતુ ભારતમાં ઓઇલના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. ટૂંક સમયમાં ખુશખબરી મળવાની છે. 

તેલ કંપનીઓને નફો
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ડિસેમ્બર 2023ના ત્રિમાસિક ગાળા સુધી તેલ કંપનીઓનો નફો વધીને 75000 કરોડ રૂપિયા થઈ શકે છે. ઓઈલ કંપનીઓના વધતા નફાને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપનીઓ સામાન્ય લોકોને રાહત આપી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. નફામાં વધારા સાથે ઓઈલ કંપનીઓએ ભાવની સમીક્ષાના સંકેત આપ્યા છે. રિપોર્ટ અનુસાર, ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લિટર 10 રૂપિયાનો નફો થઈ શકે છે. કંપનીઓ તેલના ભાવમાં ઘટાડો કરીને આ માર્જિન ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.

ક્રૂડ ઓઇલની કિંમત
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે ઓઈલ કંપનીઓના નફામાં વધારો થયો છે. વધુ માર્જિનને કારણે ઓઈલ કંપનીઓએ ભારે નફો કર્યો છે અને તેમની ખોટ પણ ભરપાઈ કરી છે. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5826.96 કરોડનો નફો કર્યો હતો, જ્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં રૂ. 8244 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો હતો. 

સરકાર દેશની ત્રણ મોટી ઓઈલ કંપનીઓમાં મુખ્ય પ્રમોટર અને બહુમતી શેરધારક છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ત્રણેય તેલ કંપનીઓનો સંયુક્ત ચોખ્ખો નફો ₹57,091.87 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2022-23 કરતાં 4,917% વધુ હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news