મોદી સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં!,પેટ્રોલ-ડીઝલ પર હવે લાગશે GST, પરંતુ...

પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવાની તૈયારીઓ થઈ રહી છે.

મોદી સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં!,પેટ્રોલ-ડીઝલ પર હવે લાગશે GST, પરંતુ...

નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવાની તૈયારીઓ થઈ રહી છે. જો કે જીએસટી હેઠળ આવશે તો પણ રાજ્યોમાં VAT ખતમ થશે નહીં. પરંતુ જીએસટીથી અલગ વેટ પણ વસૂલ કરવામાં આવશે. જો કે આ મામલે છેલ્લો નિર્ણય કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને લેવાનો છે. જો આ શક્ય બન્યું તો પેટ્રોલ અને ડીઝલ પર જીએસટી અને રાજ્યના વેટનો કોમ્બિનેશન ટેક્સ લાગી શકે છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ જીએસટીના દાયરામાં બંને ઓટો ફ્યૂલ પર ટેક્સ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે. જીએસટીના દાયરામાં આવતા જ તેના પર મહત્તમ ટેક્સ 28 ટકા લાગશે.

હાલના ટેક્સ બરાબર થશે ટેક્સ
ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલ મુજબ જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે છે તો બંને ફ્યૂલ પર સૌથી વધુ 28 ટકા જીએસટી રેટ અને રાજ્યોના લોકલ ટેક્સ કે વેટ લાગી શકે છે. સૌથી વધુ જીએસટી રેટ (28 ટકા)ની સાથે જ વેટ લાગુ થશે તો હાલના ટેક્સ જેટલો જ ટેક્સ થશે. જેમાં કેન્દ્રની એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્યનો વેટ સામેલ થશે.

ઈનપુટ ટેક્સ ક્રેડિટ પર લેવો પડશે ફેસલો
અધિકારીના જણાવ્યાં મુજબ જો બંને ફ્યૂલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો કેન્દ્રને 20000 કરોડ રૂપિયાના ઈનપુટ ટેક્સ ક્રેડિટને છોડવો પડશે. આ ક્રેડિટ 1 જૂલાઈ 2017થી લાગુ થયેલા જીએસટીથી પેટ્રોલ, ડીઝલ, નેચરલ  ગેસ, જેટ ફ્યૂલ અને ક્રુડ ઓઈલને બહાર રાખ્યા બાદ બનેલા ઈનપુટ ટેક્સ ક્રેડિટને છોડવા માટે તૈયાર છે.

પેટ્રોલ ડીઝલ પર ક્યાંય નથી પ્યોર જીએસટી
જીએસટીને લાગુ કરવા મામલા સંબંધિત એક અધિકારીના જણાવ્યાં મુજબ પેટ્રોલ ડીઝલ પર દુનિયામાં ક્યાંય પ્યોર જીએસટી નથી. આથી ભારતમાં પણ તે જીએસટી અને વેટનું કોમ્બિનેશન રહેશે. તેમણે કહ્યું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીમાં સામેલ કરવાના ટાઈમિંગ રાજકીય રીતે મહત્વનો હશે. તેનો ફેસલો કેન્દ્ર અને રાજ્યની સરકારોએ મળીને કરવો પડશે.

શું છે હાલની ટેક્સની સ્થિતિ
હાલની સ્થિતિમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિ લીટર 19.48 રૂપિયા અને ડીઝલ પર 15.33 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈસ ડ્યૂટી લાગે છે. આ ઉપરાંત રાજ્યો તરફથી વેટ લગાવવામાં આવે છે. લોકલ ટેક્સ વસૂલવાના મામલે અંડમાન નિકોબાર સૌથી પાછળ છે. જ્યાં બને ફ્યૂલ પર 6-6 ટકા સેલ્સ ટેક્સ વસૂલાય છે.

ક્યાં કેટલો લાગે છે વેટ
મુંબઈમાં પેટ્રોલ પર સૌથી વધુ 39.12 ટકા વેટ વસૂલાય છે. તેલંગણામાં ડીઝલ પર સૌથી વધુ 26 ટકા વેટ વસૂલાય છે. દિલ્હી પેટ્રોલ પર 27 ટકા અને ડીઝલ પર 17.24 ટકા વેટ વસૂલે છે. આ રીતે પેટ્રોલ પર કુલ 45-50 ટકા અને ડીઝલ પર 35-40 ટકા ટેક્સ વસૂલાય છે.

દિલ્હીમાં 11 રૂપિયા સસ્તુ થશે પેટ્રોલ
જો પેટ્રોલ ડીઝલ પર જીએસટી અને વેટ લગાવવામાં આવે છે તો દિલ્હીમાં પેટ્રોલ 11 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે. હાલની સ્થિતિમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.27 રૂપિયા છે જેના પર 46 ટકા ટેક્સ સામેલ છે. ડીલરને પેટ્રોલ 36.96 રૂપિયે પ્રતિ  લીટર મળે છે. તેના પર કમિશન 3.62 રૂપિયા, એક્સાઈઝ ડ્યૂટી 19.48 રૂપિયા, દિલ્હીમાં 27 ટકા વેટ, એટલે કે 16.21 રૂપિયા, કુલ ટેક્સ (એક્સાઈઝ અને વેટ) 35.69 રૂપિયા પ્રતિ લીટર છે. આમ પેટ્રોલની કિંમત 76.27 રૂપિયા પ્રતિ લીટર છે. જો પેટ્રોલ પર 28 ટકા જીએસટી લાગે તો 10.34 રૂપિયા, દિલ્હીમાં 27 ટકા વેટ એટલે કે 13.74 રૂપિયા. કુલ મળીને કુલ ટેકસ (જીએસટી અને વેટ) 24.08 રૂપિયા થાય. આ સ્થિતિમાં લોકોને પેટ્રોલ 64.66 રૂપિયે પ્રતિ લીટર પેટ્રોલ મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news