કોરોનાને કારણે હાલ તો નહીં પરંતુ કિંમતમાં આવી શકે છે વધારો

કોરોનાને ખતરાને ધ્યાનમાં રાખતા સીતારમને આજે ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેડ એસોસિએશનના લોકો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે મીડિયાને કહ્યું કે, હાલ કાચા માલની કમી નથી. બુધવારે સંબંધિત મંત્રાલયોના સેક્રેટરીઓની સાથે તેમની બેઠક યોજાવાની છે.
 

કોરોનાને કારણે હાલ તો નહીં પરંતુ કિંમતમાં આવી શકે છે વધારો

નવી દિલ્હીઃ કોરોનાને ખતરાને ધ્યાનમાં રાખતા સીતારમને આજે ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેડ એસોસિએશનના લોકો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે મીડિયાને કહ્યું કે, હાલ કાચા માલની કમી નથી. બુધવારે સંબંધિત મંત્રાલયોના સેક્રેટરીઓની સાથે તેમની બેઠક યોજાવાની છે. તેમણે કહ્યું કે, જરૂર પડવા પર આ મામલાને લઈને PMO સાથે પણ વાત કરશે. નાણાપ્રધાને કહ્યું કે, હાલ ઇન્ડસ્ટ્રીના લોકોએ કિંમતમાં વધારાનો ડર વ્યક્ત કર્યો નથી, પરંતુ સપ્લાઈ ચેન ખોરવાઇ છે. દવાઓમાં ઘટાડાને લઈને અત્યાર સુધી કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી. 

ચીનથી આયાત કરતા વેપારીઓ પર અસર
ચીનમાં કોરોના વાયરસને કારણે ગ્લોબલ સપ્લાઈ ચેન ખુબ પ્રભાવિત થઈ છે. ભારતમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ ચીનથી આયાત થનારા માલ પર નિર્ભર છે, તેના પર અસર દેખાવા લાગી છે. કોરોનાને કારણે ગ્લોબલ ટ્રેડની ગાડીની સ્પીડ ઘટવા લાગી છે. જે ઇન્ડસ્ટ્રી ચીનથી આયાત પર નિર્ભર છે, તેની ફરિયાદ સામે આવવા લાગી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આશરે 4000 નાની કંપનીઓ છે જે ચીનથી આયાત પર નિર્ભર છે. આ કંપનીના પ્રતિનિધિઓનું કહેવું છે કે, સપ્તાઈ ખોરવાતા તેના કારોબાર પર અસર પડી છે. 

— ANI (@ANI) February 18, 2020

ગ્લોબલ ગ્રોથ 20 પોઈન્ટ ઘટવાનું અનુમાન
કોરોનાની અસર કેટલી ગંભીર છે તેનું અનુમાન તેનાથી લગાવી શકાય છે કે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)એ ગ્લોબલ ગ્રોથમાં 20 પોઈન્ટ સુધીના ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. અત્યાર સુધી તેના કારણે 1800થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. વિશ્વભરમાં 65000થી વધુ લોકો તેના પીડિત થયા છે. 

રેલવેમાં આ સોફ્ટવેર દ્વારા કરવમાં આવતું હતું કરોડોની ટિકિટનું કૌભાંડ, 59ની ધરપકડ

ભારતની 28 ટકા આયાત પ્રભાવિત થશે
ભારત ઇલેક્ટ્રિકલ મશીનરી, મિકેનિકલ અપ્લાયન્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક અને સર્જિકલ ઇન્સ્ટ્રૂમેન્ટની સૌથી વધુ આયાત ચીનથી કરે છે. હાલ ત્યાં કારોબાર બંધ છે જેના કારણે ભારતની 28 ટકા આયાત પ્રભાવિત થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news